|
| સાઈમન્ડસની એશિઝ શ્રેણીમાંથી બાદબાકી |
| સિડની (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 18:01 IST ) | |
ઓસ્ટ્રેલિયાના શાનદાર ઓલરાઉન્ડર એન્ડ્રુ સાઈમંડ્સના કપરા દિવસો હજી પુરા થયા નથી. હંમેશા વિવાદોમાં સપડાતા રહેતા ઓલરાઉન્ડર એન્ડ્રુ સાઈમંડ્સની ઈગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી એશિઝ ક્રિકેટ શ્રેણીના 16 સભ્યોમાંથી બાદબાકી કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડની રાષ્ટ્રીય પસંદગી સમિતિના પ્રમુખ એન્ડ્રુ હિલ્ડિચે જણાવ્યુ હતું કે "બ્રેટ લી અને સ્ટુઅર્ટ ક્લાર્કનું પણ ટીમમાં પુનરાગમન થયું છે. હાલમાં આઈપીએલ 2માં રમી રહેલા એન્ડ્રુ સાઈમન્ડસ પાકિસ્તાન વિરૂદ્ધ અબુધાબી અને દુબઈમાં વન ડે શ્રેણી રમ્યા પહેલા ઘણા સમયથી ટીમમાંથી બહાર હતો." પસંદગીકર્તાઓએ શ્રેણી શરૂ થયાને લગભગ 50 દિવસ પહેલા ટીમની જાહેરાત કરી દીધી છે. ઓલરાઉન્ડર માર્કસ નોર્થ અને એન્ડ્રુ મેક્ડોનાલ્ડનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રમાણે છે.
રિકી પોન્ટિંગ ( કપ્તાન), માઈકલ ક્લાર્ક, સ્ટુઅર્ટ ક્લાર્ક, નાથન હોરિટ્ઝ, બેન હિલફેંહાસ, ફિલીપ હ્યૂજેસ, માઈલક હસ્સી, મિશેલ જોનશન, સાઈમન કેટિચ, બ્રેટ લી, ગ્રેહામ મનોઉ, એન્ડ્રૂ મેક્ડોનાલ્ડ, માર્કસ નોર્થ, પીટર સિડલ અને શેવ વોટશન.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|