|
| ભાગ્ય અમારી સાથે નથી : શિલ્પા |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 13 મે 2009 ( 16:48 IST ) | |
ઇંડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સના સતત બે મેચમાં પરાજયથી નિરાશ અભિનેત્રી અને ટીમની સહ માલિક શિલ્પા શેટ્ટીને લાગી રહ્યું છે કે, ભાગ્ય તેની ટીમનો સાથ આપી રહ્યું નથી.
શિલ્પાએ બ્લોગમાં લખ્યું છે કે, ' અમને સારી ખબરોની આશા હતી. લાગી રહ્યું હતું કે, શેન વોટસનનું પુનરાગમન થઈ જશે પરંતુ જાણવા મળ્યું કે, તેમને ઈજા પહોંચી છે. શેન વોર્ન બહાર થઈ ગયાં. ગ્રીમ સ્મિથને કાલે મેચમાં ખોટી રીતે આઉટ આપી દેવામાં આવ્યાં.'
વોર્ન માંસપેશીઓમાં ઈજાના કારણે દસ દિવસ સુધી રમી નહીં શકે એટલે કે, ટીમ ફાઈનલમાં પહોંચે છે તો જ તેમના મેદાન પર દેખાવાની સંભાવના છે.
શેન વોર્નની કપ્તાની વાળી ગત ચેમ્પિયન રાજસ્થાન રાયલ્સ છેલ્લા બે મેચ ડેક્કન ચાર્જર્સ અને ચેન્નઈ સુપરકિંગ્સથી હારી ચૂકી છે.
પોતાની ટીમના પરાજય પર બોલીવુડની આ અદાકારાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, અમે બે મેચ હારી ગયાં. જાહેર છે કે, ભાગ્ય અમારી સાથે નથી. 20-20 મેચમાં ભાગ્યનો સાથ હોવો જરૂરી છે. હાલ શિલ્પાએ પોતાની ટીમની શાનદાર પુનરાગમની આશા વ્યક્ત કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|