યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
જીતથી વિશેષ કંઈ પણ નહીં : તેંદુલકર
સેચુરિયન (ભાષા), બુધવાર, 13 મે 2009   ( 16:26 IST )
મુંબઈ ઇંડિયંસના કપ્તાન સચિન તેંદુલકરે કિંગ્સ ઇલેવન પંજાબને આઠ વિકેટથી હરાવ્યાં બાદ કહ્યું કે, જીતથી વિશેષ કંઈ પણ નથી કારણ કે, તેનાથી ખેલાડી સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવા માટે પ્રેરિત થાય છે.

મુંબઈએ કાલે અહીં પંજાબને આઠ વિકેટથી હરાવીને ઇંડિયન પ્રીમિયર લીગના સેમીફાઇનલમાં પહોંચવાની તમામ આશાઓ જાળવી રાખી છે.

મેચ બાદ તેંદુલકરે કહ્યું કે, જીતથી વિશેષ કંઈ પણ હોતું નથી જ્યારે તમે જીતવાનું શરૂ કરો છો તો આપની બોડી લેંગ્વેજ પણ અલગ હોય છે આપનો જુસ્સો પણ અલગ હોય છે અને આજે એવું જ થયું.

તેંદુલકર ખુશ હતાં કે, તેના સ્પિનરો અને ફિલ્ડરોએ શાનદાર પ્રદર્શન કર્યું તથા જીતનો શ્રેય તેમને આપ્યો.

તેમણે કહ્યું અમે બીજા હાફમાં સારી બોલીંગ કરી. હરભજન અને જે પી ડુમિની આ બન્નેએ અમને મેચમાં વાપસી કરાવી અને કેટલાક શાનદાર કેચ પકડ્યાં. અમે સતત વિકેટ લેતા રહ્યાં અને આ અમારી જીતનું રહસ્ય હતું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શેન વોર્ન આઈપીએલમાંથી બહાર
યૂનિસ સાથે મતભેદ નહીં : કાદિર
પાક. ટીમ જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે
સઈદ અજમલ ઓસ્ટ્રેલિયા રવાના
અમૃતરાજ ઈજાને કારણે બહાર
હવે કરો કે મરોની સ્થિતિ-સચિન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...