|
| પાક. ટીમ જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે |
| કરાચી (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 12:35 IST ) | |
આશરે વીસ મહિના બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ આખરે જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. બન્ને દેશોના ક્રિકેટ બોર્ડે 27 જૂનથી 12 ઓગસ્ટ સુધી પાકિસ્તાની ટીમના શ્રીલંકા પ્રવાસને મંજૂરી આપી દીધી. તેમાં ત્રણ ટેસ્ટ પાંચ વનડે અને એક ટવેંટી 20 મેચ રમવામાં આવશે.
બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાની ટીમ 27 જૂનના રોજ શ્રીલંકા રવાના થશે અને પ્રથમ ટેસ્ટ ચાર જુલાઈથી ગાલેમાં રમવામાં આવશે.
બીજો ટેસ્ટ 12 જુલાઈથી કૈંડીમાં અને ત્રીજો તથા અંતિમ ટેસ્ટ 20 જુલાઈથી કોલંબોમાં યોજાશે.
એક દિવસીય શ્રેણી પહેલા ત્રણ મેચ દામ્બુલામાં 30 જુલાઈ એક ઓગસ્ટ અને ત્રણ ઓગસ્ટમાં રમવામાં આવશે જ્યારે અંતિમ બે મેચ કોલંબોમાં સાત અને નવ ઓગસ્ટના રોજ યોજાશે. એકમાત્ર ટ્વેંટી20 મેચ 12 ઓગસ્ટના રોજ કોલંબોમાં રમવામાં આવશે.
શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર ત્રણ માર્ચના રોજ લાહોરમાં થયેલા હુમલા બાદ બન્ને દેશો વચ્ચે આ પ્રથમ દ્રિપક્ષીય શ્રેણી છે. પાકિસ્તાને અંતિમ વખત ટેસ્ટ શ્રેણી 2007 ના રોજ ભારતમાં રમી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|