|
| અમૃતરાજ ઈજાને કારણે બહાર |
| રવિવાર, 10 મે 2009 ( 16:20 IST ) | |
ગ્રીસમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શ્રેષ્ઠ રમત દાખવી રહેલા ભારતના પ્રકાશ અમૃતરાજને ઇજાને કારણે નિરાશાનજક રીતે સ્પર્ધામાંથી બહાર થઇ જવું પડયું હતું.
૮૫ હજાર ડોલરની આ ટુર્નામેન્ટમાં પ્રકાશ અમૃતરાજ સાતમા ક્રમના જર્મન ખેલાડી બેન્જામિન બેકર સામે રમી રહ્યો હતો અને ૧-૬, ૨-૪થી પાછળ હતો ત્યારે પગની ઇજાને કારણે તેને મેચમાંથી ખસી જવું પડયું હતું.
પ્રકાશ અમૃતરાજે આ ટુર્નામેન્ટમાં પ્રશંસનીય દેખાવ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે અગાઉ ૫૯મા ક્રમના અને આ ટુર્નામેન્ટમાં મોખરાનો ક્રમાંક ધરાવતા ડૂડી સેલાને કવાર્ટર ફાઇનલમાં હરાવ્યો હતો. આ વખતે સેમીફાઇનલ સુધી પહોંચવા બદલ પ્રકાશને ૩૫ એટીપી પોઇન્ટ મળ્યા હતા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|