યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
હવે કરો કે મરોની સ્થિતિ-સચિન
રવિવાર, 10 મે 2009   ( 16:19 IST )

દિલ્હી ડેર ડેવિલ્સ સામે સાત વિકેટે પરાજય મળ્યો હોવા છતાં મુંબઇ ઇન્ડિયન્સના સુકાની સચિન તેંડુલકરે જણાવ્યું છે કે અમારી ટીમ માટે સેમિફાઇનલમાં પ્રવેશવાનાં દ્વાર બંધ થયાં નથી અને બાકીની મેચોમાં અમે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશું.

સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે અમારે બાકીની તમામ મેચ જીતવી પડે તેમ છે. સતત ત્રીજા પરાજયનો સામનો કરનાર સચિને જણાવ્યું હતું કે અમારે આ મેચ જીતવાની હતી પરંતુ અમે સારો સ્કોર નોંધાવી શકયા નહોતા. બોલિંગ અને ફિલ્ડિંગમાં અમે સારો દેખાવ કર્યો હતો પરંતુ વિજય મેળવવા માટે અમારે મોટો સ્કોર નોંધાવવાની જરૂર હતી.

સચિને એક ઓવર નાખી હતી જેમાં ૧૯ રન લઇને ડીવિલિયર્સે મેચને દિલ્હીની તરફેણમાં કરી નાખી હતી. આ ઓવર અંગે સચિને જણાવ્યું હતું કે મારું માનવું હતું કે સ્પિન બોલિંગના કારણ રનરેટ કાબૂમાં આવશે પરંતુ અમારી ગણતરી ખોટી પડી હતી અને આ ઓવર બાદ પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી.

પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચેલી દિલ્હીની ટીમના સુકાની ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે અમારી પાસે વિકેટ અકબંધ હોવાના કારણે અમે કોઇ પણ રીતે મેચ હારવાની સ્થિતિમાં નહોતા. વિકેટ બચાવીને રમવાની અમારી રણનીતિ હતી જે કારગત નીવડી હતી.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ચેન્નાઈનો સાત વિકેટે વિજય
આનંદે છઠ્ઠો ઓસ્કાર જીત્યો
ભારતને ટી-20માં હરાવવું મુશ્કેલ : મિસબાહ
અમિતસિંહની બોલિંગ એક્શન અંગે ફરિયાદ
શેન વોર્ને ચાલુ મેચે બિયર પીધો
રૈના સર્વાધિક રન બનાવનારા બેટ્સમેન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...