|
| ભારતને ટી-20માં હરાવવું મુશ્કેલ : મિસબાહ |
| કરાચી (ભાષા), શુક્રવાર, 8 મે 2009 ( 18:08 IST ) | |
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઉપકપ્તાન મિસબાહ ઉલ હકનું કહેવું છે કે, વર્તમાન ચેમ્પિયન ભારતને ઇંગ્લેન્ડમાં રમાનારા ટ્વેન્ટી20 વર્લ્ડકપમાં હરાવવું ખૂબ મુશ્કેલ કામ રહેશે.
મિસબાહે કહ્યું કે, ‘મને લાગે છે કે ભારતના કેટલાંય ખેલાડીઓએ ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખૂબ ફાયદો ઉઠાવ્યો છે, જેનાથી ક્રિકેટના આ ફોર્મેટમાં રમવાનું તેમનું મનોબળ વધ્યું છે.’
મિડલ ઓર્ડર બેટ્સમેન મિસબાહ ગુરૂવારે યુનિસ ખાનના સ્થાને પાકિસ્તાનની ટ્વેન્ટી20 ટીમનું નેતૃત્વ કર્યું હતું. જેમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે પરાજય આપ્યો હતો. મિસબાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ બહેતર પ્રદર્શન કરશે.
મિસબાહે ઉમેર્યું હતું કે, ‘હું હંમેશા કહેતો આવ્યો છું કે ટ્વેન્ટી20માં પણ અમારી ટીમ સારી છે, કેમ કે અમારા ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમી છે અને દરેક ખેલાડીને ખબર છે કે તેની ટીમમાં શું ભૂમિકા છે.’
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|