યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
અમિતસિંહની બોલિંગ એક્શન અંગે ફરિયાદ
શુક્રવાર, 8 મે 2009   ( 17:44 IST )
કામરાન ખાન બાદ હવે રાજસ્થાન રોયલ્સના ઘાતક બોલર અમિતસિંહની બોલિંગ એક્શન અંગે પણ વિવાદ ઉભો થયો છે.

પ્રાપ્ત સુત્રોના જણાવ્યાનુસાર બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે રાજસ્થાન રોયલ્સને ગુરૂવારે જોરદાર જીત અપાવનારા બોલર અમિતસિંહની બોલિંગ એક્શન સામે વાંધો ઉઠ્યો છે. અમિતની બોલિંગ એક્શન પર શંકા વ્યક્ત કરતાં ફીલ્ડ અમ્પાયરે આ અંગેની ફરિયાદ મેચ રેફરી વેંકટરાઘવનની સમક્ષ કરી છે.

ફિલ્ડ અમ્યાયર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ હવે આ યુવા ખેલાડી આગામી મેચ રમી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજસ્થાનના ખેલાડી કામરાન ખાનની બોલિંગ એક્શન સામે પણ ફિલ્ડ અમ્પાયરે આંગણી ઉઠાવી હતી અને મેચ રેફરીને તેની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ કામરાનને ટૂર્નામેન્ટ બાદ બે સપ્તાહ સુધી રોકાવાનો અને પરીક્ષણ કરવાનો આદેશ આપાયો હતો.

નોંધનીય છે કે છેલ્લી મેચમાં અમિતે શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 19 રન આપી 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી અને રાજસ્થાનને 7 વિકેટથી જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. શાનદાર બોલિંગ બદલ અમિતને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ અપાયો હતો.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શેન વોર્ને ચાલુ મેચે બિયર પીધો
રૈના સર્વાધિક રન બનાવનારા બેટ્સમેન
20-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત
યૂસુફે આઈસીએલથી છેડો ફાડ્યો
પંજાબ સામે 154 રનનું લક્ષ્ય
ડેક્કન ચાર્જર્સનો બેટીંગનો નિર્ણય
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...