|
| શેન વોર્ને ચાલુ મેચે બિયર પીધો |
| અમદાવાદ (ભાષા), શુક્રવાર, 8 મે 2009 ( 17:37 IST ) | |
ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ન એટલે વિવાદનું બીજું નામ, તેના જેટલો ભાગ્યે જ કોઇ ક્રિકેટર વિવાદમાં સપડાયો હશે. રાજસ્થાન રોયલ્સ ટીમનો કપ્તાન શેન વોર્ન દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટમાં ફરી પોતાના રંગીન મિજાજમાં જોવા મળ્યો હતો. વોર્ને ચાલુ મેચ દરમિયાન બિયરના ઘૂંટ લગાવતા ચકચાર મચી જવા પામી છે.
સિન્ચુરિયન મેદાન પર ગુરૂવારે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે રમાયેલી મેચ દરમિયાન આ બનાવ બન્યો હતો. મેચ દરમિયાન બાઉન્ડ્રી નજીક ફિલ્ડિંગ ભરી રહેલા વોર્ને એક પ્રેક્ષકને પોતાની પાસે બોલાવી બિયરનો ગ્લાસ માંગ્યો હતો. વોર્ન પ્રેક્ષક પાસેથી ગ્લાસ લઇ બિયર ગટગટાવા લાગ્યો હતો.
વોર્ને જેવી બિયરની ઘૂંટ ભરી કે કેમેરા તેના તરફ ફરી વળ્યા હતા. વોર્નની તમામ હરકતો કેમેરામાં કેદ થઇ જતાં નવો વિવાદ ઊભો થયો છે.
એ વાત પણ નોંધવાલાયક છે કે વોર્નની ટીમ જે બેંગ્લોરની ટીમ સામે રમી રહી હતી તેના માલિક વિજય માલ્યા શરાબ કંપનીના માલિક છે. આ મેચમાં વોર્નની ટીમે માલ્યાની ટીમમને 7 વિકેટે હરાવી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|