|
| યુવરાજ-બદ્રીનાથ ટેસ્ટ ટીમમાં શામેલ |
| મુંબઈ (ભાષા), 4 ડિસેમ્બર 2008 ( 18:07 IST ) | |
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચો મટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. યુવરાજસિંહ અને એસ. બદ્રીનાથને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે જ્યારે આરપીસિંહને બહાર કરી દેવામાં આવ્યાં છે. યુવરાજે પોતાનો અંતિમ ટેસ્ટ મેચ એપ્રિલ 2008 માં દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ કાનપુરમાં રમ્યો હતો.
કૃષ્ણમાચારી શ્રીકાંતની આગેવાનીવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિએ નિર્ણય કર્યો કે, ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ટીમથી બહાર કરવામાં આવેલા યુવરાજસિંહે ઈંગ્લેન્ડના વિરુદ્ધ વન ડે સિરીજમાં ઘમાકેદાર પ્રદર્શન કર્યું અને આ કારણે તેણે ટેસ્ટ મેચમાં પણ મોકો આપવામાં આવવો જોઈએ.
આરપી સિંહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડ્યું. બીજી તરફ પસંદગીકર્તાઓએ પુજારા અને બદ્રીનાથ વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હતી. વર્તમાન સીઝનમાં સૌરાષ્ટ્ર તરફથી રમનારા ચેતેશ્વર પુજારાના નામ પર પણ વિચાર કરવામાં આવ્યો પરંતુ બદ્રીનાથને પ્રાધાન્ય આપવામાં આવ્યું. પુજારાએ આ સીજનમાં ત્રણ તેવડી સદી ફટકારી છે.
બીજી તરફ પ્રજ્ઞાન ઓઝાને એક વાર ફરી ટેસ્ટ ટીમમાં મૌકો આપવામાં આવ્યો છે. ઓઝા આ વર્ષે શ્રીલંકા પ્રવાસ પર જનારી ટીમમાં શામેલ હતાં પરંતુ તેણે પોતાના ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરવાનો મૌકો મળી રહ્યો ન હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|