યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પોંટિંગનું ભારતમાં પ્રથમ શતક
બેંગલુરુ (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008   ( 10:21 IST )
ઓસ્ટ્રેલિયાઈ ક્પ્તાન રિકી પોંટિગે ભારત વિરુદ્ધ પ્રથમ ક્રિકેટ ટેચ મેચમાં શાનદાર સદી ફટકારી છે. ભારતીય ધરતી પર તેમના પ્રથમ શતકની મદદથી ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 4 વિકેટ પર 254 રન બનાવીને સુખદ સ્થિતિમાં પહોંચી ગયું છે.

એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે, તેની પ્રથમ વિકેટ જલ્દી ખડી પડી જ્યારે ઝડપી બોલર જહીર ખાને પ્રથમ જ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન મૈથ્ય હેડનને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના હાથે કેચ કરાવી દીધો.

હેડન ખાતું પણ ખોલી શક્યાં ન હતાં. ત્યાર બાદ કપ્તાન પોંટિંગ અને સાઈમન કૈટિચે સાવધાનીપૂર્વક રન એકત્ર કર્યા. બન્નેએ શ્રેષ્ઠ બેટીંગ કરી. કૈટિચે ઑફ સ્પિનર હરભજનસિંહની ઓવરમાં બે ચોક્કા ફટકારીને પોતાનું નવમું અર્ધશતક પૂર્ણ કર્યું. પોંટિગ શતકથી માત્ર છ રન જ દૂર હતાં ત્યારે કૈટિચ ઝડપી બોલર ઈશાંત શર્માનો શિકાર બન્યાં. તેમનો કેચ વિકેટકિપર ધોનીએ પકડ્યો.

બન્નેએ બીજા વિકેટ માટે 166 રનની ભાગીદારી કરીને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી. પોંટિગે પોતાનું 36 મું શતક લેગ સ્પિનર અનિલ કુંબલેના દડા પર ત્રણ રન લઈને પૂર્ણ કર્યું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગાંગુલી પર કોઈ દબાણ ન હતું : બીસીસીઆઈ
બાંગ્લા ક્રિકેટ બોર્ડ પર કપિલનો ઉધડો
પીસીબીના મુખ્ય પસંદગી કારનું રાજીનામું
ભારત ટીમનું ધ્યાન ભટકશે : પોંટિંગ
ગોલ્ફર ક્રિકેટરોની બરાબરીએ નહીં : રઘાવા
ઓસ્ટ્રેલિયાને હવે મારી જરૂર નહીં : વોર્ન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...