|
| ગાંગુલી પર કોઈ દબાણ ન હતું : બીસીસીઆઈ |
| નવી દિલ્લી (ભાષા), 9 ઑક્ટોબર 2008 ( 15:53 IST ) | |
બીસીસીઆઈએ આજે અહીં સ્પષ્ટ કર્યું છે કે, બોર્ડ તરફથી સૌરવ ગાંગુલી પર ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લેવા માટે કોઈ પ્રકારનું દબાણ ન હતું.
બીસીસીઆઈની નાણાકિય કમેટીના અધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું આ ગાંગુલી પોતાનો વ્યક્તિગત નિર્ણય હતો અને તેને આ નિર્ણય કરવાનો પૂરે પૂરો અધિકાર છે.
શુક્લાએ એમ પણ જણાવ્યું કે, બીસીસીઆઈ અને સૌરવ વચ્ચે કોઈ પણ પ્રકારની સમજૂતિ ન હતી. જે અંતર્ગત ગાંગુલીએ સન્યાસ લીધો.
લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીના ગાંગુલી વિષે આપવામાં આવેલા નિવેદન પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા શુક્લાએ કહ્યું મને લાગે છે કે, તે (ચેટર્જી) આ વાત તેમના (ગાંગુલી) પ્રત્યે પોતાના પ્રેમના કારણે કહીં રહ્યાં છે પરંતુ હું એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે, બીસીસીઆઈ તરફથી ગાંગુલી પર કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું કે, તે ક્રિકેટથી સન્યાસ લઈ લે.
સૌરવ ગાંગુલીના ઓસ્ટ્રેલિયાઈ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી બાદ સન્યાસની જાહેરાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીએ આજે અહીં જણાવ્યું કે, જો આ નિર્ણય ક્રિકેટ સિવાય અન્ય કોઈ કારણથી લેવામાં આવ્યો હોય તો તે અનુચિત હશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|