|
| બાંગ્લા ક્રિકેટ બોર્ડ પર કપિલનો ઉધડો |
| નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008 ( 15:20 IST ) | |
ઇંડિયન ક્રિકેટ લીગના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવે આઈસીએલથી જોડનારા બાંગ્લાદેશી ક્રિકેટરો પર દસ વર્ષનો પ્રતિબંધ લગાડવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આડે હાથ લેતા તેને પોતાના મૂળ કામ પર ધ્યાન દેવાની સલાહ આપી.
કપિલે દિલ્લી જોઈટ્સના પ્રાયોજક લ્યૂમિનસના એક કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું કે, બોર્ડનું કામ ક્રિકેટ અને ક્રિકેટરોને આગળ વધારવાનું હોય છે તેના પર પ્રતિબંધ લાવવાનું નહીં પરંતુ દુર્ભાગ્યથી કેટલાક બોર્ડ એવું કરી રહ્યાં છે. તેમને ઓછામાં ઓછી એ ખબર તો હોવી જ જોઈએ કે, સારુ શું છે અને ખરાબ શું.
તેમણે આ મુદ્દે કોઈ પણ બોર્ડથી વાતચીત કરવાની ના પાડી દીધી. તેમણે જણાવ્યું કે, કોઈ પણ બોર્ડને અધિકાર નથી કે, તે ખેલાડીઓની આજીવિકાની રાહમાં રોડા બને.
કપિલે આ સાથે જ આઈસીસી સાથે કાલે લંડનમાં યોજાયેલી બેઠકને સકારાત્મક ગણાવી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|