|
| મારમારી બાદ ભારતે પાકને હરાવ્યું |
| હૈદરાબાદ (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 10:31 IST ) | |
સ્ટાર ડ્રેગ ફ્લિકર દિવાકર રામે બે ગોલ કરતા ભારતે ખેલાડીઓ વચ્ચે થયેલી મારામારીવાળી સેમીફાઈનલમાં ગઈ કાલે બુધવારે અહીં પાકિસ્તાનને 3-1 થી પરાજય આપીને છઠ્ઠા જૂનિયર એશિયાકપ હોકી ટૂર્નામેંટની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ગુરવિંદર સિંહ ચંડીએ 15મી મીનીટમાં ગોલ કરતા ભારતનું ખાતુ ખોલ્યું જ્યારે દિવાકરે બીજા હાફમાં બે ગોલ ફટકારીને પાકિસ્તાનની પાછા મેચમાં ફરવાની આશાઓ ધુળમાં મેળવી છે. પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ 42મી મીનીટમાં આશીફ અલીએ કર્યો.
ભારતે પાકિસ્તાનના શરૂઆતી હુમલાઓ નિષ્ફળ કરતા 15મી મીનીટમાં રિવર્સ ફ્લિક પર ફટકારવામાં આવેલા ચંડીના શાનદાર ગોલની બઢત મેળવી લીધી.
મેચની 31મી મીનીટમાં જોકે તે સમયે હિંસક રૂપ લઈ લીધું જ્યારે પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ ઈરફાન અને ચંડી વચ્ચે નજીવી અથડામણ બાદ ખીલાડીઓ આતંરીક રીતે બાખડી પડ્યા.
કેટલાક સમય બાદ ટીમોના અન્ય ખેલાડીઓ પણ આમાં શામેલ થયા અને બંને તરફથી થોડી મારામારી ચાલી. અંતમાં ઈરફાનને પીળુ કાર્ડ બતાવવામાં આવ્યું પણ આ પાકિસ્તાની ખેલાડીના શરીરમાંથી લોહી નિકળતું જોવા મળ્યું હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|