|
| ઈરફાન સૌથી મોંઘા બોલર |
| કરાંચી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 09:09 IST ) | |
ઈરફાન પઠાણે પણ કઈંક આવો જ વિક્રમ બનાવ્યો છે જેને તે ક્યારેય યાદ રાખવા નહીં માંગે. તે ભારત તરફથી શ્રીલંકા વિરૂદ્ધ એક ઈનિંગમાં સર્વાધીક રન આપનારા ભારતીય બોલર વની ગયા છે.
પઠાણે પોતાની દસ ઓવરમાં 80 રન આપીને એક વિકેટ ઝડપી જે ભારત તરફથી શ્રીલંકા વિરૂદ્ધ નવો રેકોર્ડ છે. પઠાણ પહેલા નીલેશ કુલકર્ણીએ 1997 માં કોલંબો અને વેંકટેશ પ્રસાદ 2000માં શારજાહમાં શ્રીલંકા વિરૂદ્ધ એક ઈનિંગમાં 73 રન આપ્યા હતા.
પઠાણનું આ પ્રદર્શન કોઈ પણ ભારતીય બોલરની વન ડે મેચોમાં પાંચમી સૌથી મોંઘી બોલિંગ છે.
ભારતના મધ્યમ ક્રમના યુવા બેટ્સમેન સુરેશ રૈનાએ એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેંટમાં શ્રીલંકા વિરૂદ્ધ ગઈ કાલે અહીં પોતાની 54 રનની ઈનિંગની દરમિયાન વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પુરા કર્યા છે.
રૈનાએ ઈનીંગમાં 36 રન બનાવતાની સાથે જ આ સફળતા મેળવી. તે આ ટૂર્નામેંટમાં અત્યાર સુધીમાં બે સદી અને બે અડધી સદી સહિત સર્વાધીક 365 રન બનાવી ચુક્યા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|