યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ભારત ફાઈનલમાં, પાકનું સ્વપ્ન તુટ્યૂં
કરાંચી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 08:00 IST )
ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટોચના ક્રમના બેટ્સમેનોએ પોતાના શાનદાર પ્રદર્શન યથાવત રાખતા ગઈ કાલે ગુરુવારે શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા 308 રનના વિશાળ લક્ષ્યને ભારતે 19 બોલ બાકી રહેતા પાર કરતા છ વિકેટથી જીત મેળવી અને તેની સાથે જ ભારત આ ટૂર્નામેંટની ફાઈનલમાં પહોંચી ગયું છે.

પાકિસ્તાન સામે બે દિવસ પહેલા આટલાજ રનના સ્કોર સામે ભારતને મળેલા પરાજય બાદ આ જંગ ભારે જ રોમાંચક બની ગયો હતો. ભારતે આ જીતથી પાકિસ્તાનનું ફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન કચડી નાખતા આજે બાંગ્લાદેશ સામે થનારી તેની મેચને ઔપચારીક માત્ર બનાવી દીધી છે. ભારત રવિવારે થનારી ફાઈનલમાં ફરીથી શ્રીલંકાનો સામનો કરશે.

નેશનલ સ્ટેડિયમની સપાટ પીચ પર ભારતીય બોલરો પ્રથમવાર થોડા પ્રભાવશાળી જોબા મળ્યા પણ તેમ છતા તે શ્રીલંકાને આઠ વિકેટે 308 રન બનાવતા શ્રીલંકાઈઓને રોકી શક્યા નહીં. શ્રીલંકા તરફથી ચામરા કપુગેદરા 75, કપ્તાન મહિલા જયવર્દને 50, અને ચામરા સિલ્વા 50 રનની અડધી સદીઓ ફટકારી.

ભારત તરફથી વિરેંન્દ્ર સહેવાગ 42, ગંભીર 68 રન બનાવીને ભારતને આક્રમક શરૂઆત અપાવી અને ફક્ત 11.4 ઓવરમાં 92 રનની ભાગીદારી બનાવી.

ત્યાર બાદ ધોનીએ કપ્તાની ઈનિંગ રમીન 62 બોલ પર 67 રન બનાવ્યા જ્યાર રૈનાએ ફરીથી એકવાર પોતાને સાબીત કરતા 54 રનની ઈનિંગ રમી અને ભારતને 46.5 ઓવરમાં ચાર વિકેટે 310 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કપ્તાન પદે ધોનીના હજાર રન
ફેડરરનો સીમીફાઈનલમાં પ્રવેશ
સાનિયા વિમ્બલ્ડનમાંથી બહાર
યૂનિસે ભારતનો વિજય રથ રોક્યો
અનુભવી સ્પિનરની ખામી વર્તાઈ : ધોની
લી વિન્ડિઝ બોલરોની ચોકડીમાં : રિચર્ડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...