|
| જયસુર્યાના આક્રમણ સામે ચેન્નઈ ઘૂટણીયે |
| મુંબઈ (ભાષા), 15 મે 2008 ( 08:11 IST ) | |
આક્રમક બેટ્સમેન સનથ જયસુર્યાના 114 રનની અણનમ ઈનિંગની મદદથી મુંબઈની ટીમે ગઈ કાલે બુધવારે વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ટ્વેટી 20 મુકાબલામાં ચેન્નઈની ટીમને નવ વિકેટે પરાજય આપીને ચોથી જીત નોંધાવી.
મુંબઈની ટીમને સચિન આવ્યા પહેલા ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ દ્બારા પહેલા બેંટિંગ કરવાનું આમંત્રણ આપતા ચેન્નઈની ટીમે બદ્રીનાથ તથા ધોનીની સારી રમતની મદદથી છ વિકેટે 156 રનનો સમ્મનજનક સ્કોર બનાવ્યો. તેના જવાબમાં જયસુર્યાની આક્રમક ઈનિંગથી મુંબઈની ટીમ લગભગ 13.5 ઓવરમાં 158 રન બનાવીને નવ વિકેટે જીત મેળવી લીધી.
શ્રીલંકાના આ આક્રમક બેટ્સમેને 48 બોલમાં સદી ફટકારી જેમાં નવ ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા.
જયસુર્યાએ પહેલી છ ઓવરમાંજ 78 રન બનાવીને ચેન્નઈના હાથમાંથી મેચ આંચકી લીધી હતી.
આ જીત સાથે સચિનની ટીમના 10 પોંઈટં થઈ ગયા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|