યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
મધ્ય ગુજરાતમાં ભગવો લહેરાયો
વડોદરા (ભાષા), સોમવાર, 18 મે 2009   ( 14:46 IST )
મધ્ય ગુજરાતની લોકસભાની પાંચ બેઠકોમાંથી ભાજપે ચાર બેઠકો કબ્જે કરી છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક બેઠક ગઈ છે. પરિણામનો સૌથી ચૌંકાવનારો પોઈન્ટ એ છે કે, જેમની મધ્ય ગુજરાતમાંથી નિશ્વિત જીત મનાતી હતી તેવા બે કેન્દ્રીય પ્રધાનો ટેક્સસ્ટાઈલ મંત્રી શંકરસિંહ વાઘેલા (પંચમહાલ બેઠક) અને રેલવે રાજ્યમંત્રી નારાણ રાઠવાનો ( છોટાઉદેપુર) પરાજય થયો છે.

વડોદરા બેઠક
વડોદરાની બેઠક પર ભાજપના ઉમેદવાર અને મેયર બાળુ શુક્લા અને કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ વચ્ચે સીધો જંગ હતો. બાળુ શુક્લએ કુલ 7,47,134 મતોમાંથી 4,28,833 મતો મળ્યાં હતાં. જ્યારે સત્યજીત ગાયકવાડને 2,92,805 મતો મળ્યાં છે. આમ સત્યજીત ગાયકવાડનો 1,36,028 મતોથી કારમો પરાજય થયો છે. વડોદરાની બેઠક પરના મુખ્ય બે ઉમેદવારો સિવાયના અન્ય તમામ 7 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે.

વડોદરા લોકસભાના સાત વિધાનસભા વિસ્તારમાંથી કોંગ્રેસના સત્યજીત ગાયકવાડે સાવલી મત વિસ્તારમાં 10,114 વધુ મત મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સાવલી વિધાનસભાની બેઠક હાલમાં કોંગ્રેસના ખુમાનસિંહ ચૌહાણ હસ્તક છે. વાઘોડિયા મત વિસ્તારમાં પણ તેને 3866 મતનો લીડ મળ્યો છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, વઘોડિયા વિધાનસભાની બેઠક હાલમાં ભાજપના મધુ શ્રીવાસ્તવ હસ્તક છે છતાં કોંગ્રેસી ઉમેદવારને અહી લીડ મળી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સાબરાકાંઠા, મહેસાણામાં ભાજપ
એનડીએ સાથે જોડાણ નહીં : અમર
પરિણામો પૂર્વે નીતિશનો નવો દાવ
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મંજૂર
રાજકોટના ટયૂટરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ
આઈઆઈએમને વીજબીલ ચૂકવવા આદેશ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...