|
| સાબરાકાંઠા, મહેસાણામાં ભાજપ |
| અમદાવાદ (ભાષા), સોમવાર, 18 મે 2009 ( 14:46 IST ) | |
કોંગ્રેસના ગઢ ગણાતા ઉત્તર ગુજરાતમાં આ વખતે ભાજપે કોંગ્રેસ પાસેથી બે બેઠક ખૂંચવી લીધી છે. સાબરકાંઠામાં અપસેટ સર્જાયો છે જેની જીત નિશ્વિત ગણાતી હતી તે કોંગ્રેસી ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી, ભાજપના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સામે હારી ગયાં છે.
મહેસાણા
મહેસાણાની કોંગ્રેસની બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર જયશ્રીબેન પટેલ વિજેતા થતાં કોંગ્રેસના જીવાભાઈ પટેલ પાસેથી આ બેઠક ખૂંચવાઈ ગઈ છે. મહેસાણાની બેઠક કોંગ્રેસના જીવાભાઈ પટેલ પાસેથી ભાજપના જયશ્રીબહેન પટેલે 21,865 મતોથી લીડથી આંચકી લીધી હતી. આમ 1977 પછી પહેલી વખતે મહેસાણા બેઠક પર એક મહિલા વિજયી થયાં છે.
પાટણ
પાટણમાં ભાજપે ભાવસિંહ રાઠોડને ઉભા રાખ્યાં હતાં ત્યારે શરૂઆતથી જ પક્ષમાં વિરોધ હતો એમાં કોંગ્રેસી ઉમેદવાર જગદીઠ ઠાકોર જીતી ગયાં છે.
બનાસકાઠા
બનાસકાંઠામાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી બી.કે. ગઢવીના પુત્ર અને વર્તમાન ધારાસભ્ય મુકેશ ગઢવીએ કોંગ્રેસની બેઠક જાળવી રાખી છે. ભાજપે બે વખત હારેલા ઉમેદવાર હરિભાઈ ચૌધરીને ઉભા રાખ્યાં હતાં તેઓ હારી ગયાં છે. કુલ 18 રાઉન્ડોમાં યોજાયેલી ગણતરી દરમિયાન છેલ્લા 4 રાઉન્ડમાં જ્યારે દાંતા, પાલનપુર અને વાવના મત ખૂલ્યાં ત્યારે આશ્વર્યજનક રીતે બાજી પલટાઈ જતા મુકેશ ગઢવીએ હરિભાઈ ચૌધરીની તમામ સરસાઈવાળા મત કાપી તેમનાથી 4800 વોટથી આગળ નીકળી ગયાં હતાં.
સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં ભાજપે ભૂકંપ સર્જીને કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી છે. સતત બે વખત સાંસદ તરીકે ચૂંટાયેલા મધુસૂદન મિસ્ત્રીને ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણે 20 હજાર ઉપરાંત મતોથી પરાજીત કરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|