|
| રાજકોટના ટયૂટરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ |
| રાજકોટ (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 18:05 IST ) | |
12 મે આંતરરાષ્ટ્રીય નર્સ ડે નિમિત્તે અપાતાં પ્રેસિડેન્સિયલ એવોર્ડ માટે રાજકોટ જનરલ નર્સિંગ સ્કૂલના ટયૂટર બગથરિયાની પસંદગી કરવામાં આવી છે. બગથરિયાને મંગળવારે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
નર્સિંગના વ્યવસાયને ગરિમા બક્ષનારા દંતકથા સમાન નર્સ ફલોરેંસ નાઇટિંગેલના જન્મદિન 12 મેની આંતરરાષ્ટ્રીય પરિચારિકા-નર્સ દિન તરીકે ઉજવણી થાય છે. આ નિમિત્તે ભારતમાં નર્સિંગ ક્ષેત્રે અનન્ય સેવા આપનારા નર્સને પ્રેસિડેન્સિયલ એવોર્ડથી નવાજવામાં આવે છે. આ વર્ષના એવોર્ડ માટે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી જનરલ નર્સિંગ સ્કૂલના ટયૂટર મનસુખલાલ ડી. બગથરિયાની પસંદગી થઇ છે.
ટયૂટર બગથરિયાને મંગળવારે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે રૂ.૫૦ હજાર રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્ન એનાયત થશે. સમગ્ર દેશમાંથી 37 વ્યકિતઓને આ એવોર્ડ અર્પણ કરાશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|