|
| મુલાયમ સિંહ વિરુદ્ધ સુનાવણી સ્થગિત |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 6 મે 2009 ( 11:15 IST ) | |
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની આવકથી વધારે સંપત્તિના મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટે 30 જુલાઈ સુધી ટાળી દીધી છે.
રાજનીતિક દૃષ્ટિથી સંવેદનશીલ ગણાતા આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ ગરમીઓની રજાઓ બાદ સુનાવણી કરશે. ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર અને એચ.એલ દત્તૂની પીઠે કહ્યું કે, બંધારણીય સમિતિ દ્વારા હજુ એ સ્પષ્ટ કરવામાં આવવાનું બાકી છે કે, તેમની સમિતીને સીબીઆઈ તપાસના આદેશ દેવાનો અધિકાર છે કે, નહીં. હકીકતમાં ટોચના ન્યાયલયે 1 માર્ચ 2007 ના રોજ મુલાયમ અને તેમના સંબંધીઓની આવક અને સંપત્તિમાં તાલમેલ ન હોવા વિષે સીબીઆઈથી શરૂઆતી તપાસ માટે કહ્યું હતું. તેના પર મુલાયમ સિંહે પુનરીક્ષણ અરજી દાખલ કરી હતી.
હવે બંધારણીય સમિતિને એ સ્પષ્ટ કરવાનું છે કે, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ દેવાનો અધિકાર છે કે, નહીં. ગત વખતે 1 એપ્રિલના રોજ આ મામલાની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, સંવિધાન પીઠનો જવાબ મે માસનાઅ પ્રથમ સપ્તાહમાં આવી જશે. મંગળવારે પણ આ જવાબ ન આવવા પર ખંડપીઠે મામલાની સુનાવણી 30 જુલાઈ સુધી ટાળી દીધી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|