|
| નવી સરકારમાં લાલૂનું સ્થાન મુશ્કેલ |
| પટના (ભાષા), 5 મે 2009 ( 18:11 IST ) | |
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી ડો. શકીલ અહમદે મંગળવારે જણાવ્યું કે, કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં બનનારી સરકારમાં રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ માટે સ્થાન મુશ્કેલ છે.
પાટલીપુત્ર સંસદીય ક્ષેત્રના પાલીગંજમાં એક ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ પત્રકારોથી ચર્ચામાં તેણે કહ્યું કે, કેન્દ્રમાં યુપીએની સરકાર બનવી નક્કી છે. નવા મંત્રીમંડળમાં લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાનને સ્થાન મળી પણ શકે છે પરંતુ તેમાં લાલૂને સ્થાન મળવું મુશ્કેલ છે.
તેમણે તો દરેક સીમા હટાવી દીધી છે. તેમણે કહ્યું કે, બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો રાજદ સાથે કોઈ સંબંધ નહીં હોય. તેમણે રેલમંત્રીને આડે હાથ લેતા કહ્યું કે, લાલૂ પ્રસાદ યાદવના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.
અહમદે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નાણા પણ બિહાર સરકાર ખર્ચ કરી શકતી નથી. કેન્દ્ર દ્વારા બિહાર સાથે સાવકો વ્યવહાર કરવાનો આરોપ નિરાધાર જણાવતા તેમણે કહ્યું કે, યુપીએની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બિહારને 95,837 કરોડ રૂપિયા આપ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જ ગરીબોની પાર્ટી છે અને તે જે કહે છે તે કરી દેખાડે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|