|
| ઈંદૌરની બે વ્યક્તિને ફાળકે એવોર્ડ |
| ઈંદૌર (ભાષા), શુક્રવાર, 1 મે 2009 ( 17:56 IST ) | |
ઈંદૌર શહેરના બે વ્યક્તિઓને ફિલ્મ ક્ષેત્ર પોતાના અભૂતપૂર્વ યોગદાન બદલ તારીખ 4 મે ના રોજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ જીતેન્દ્ર જૈનના જણાવ્યાનુસાર સેંટ્રલ સર્ક્રિટ સિને એસોસિએશનના વિતરણ ક્ષેત્રના આર.ડી જૈન તથા પ્રદર્શન ક્ષેત્રના હરદીપસિંહને 42 વર્ષ સુધી અભૂતપર્વ સેવા આપવા બદલ તારીખ 4 મે ના રોજ મુંબઈના ભાઈદાસ ઓડિટોરિયમ ખાતે દાદા સાહેબ એકેડમી દ્વારા સન્માનિત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, આ સમારોહમાં સ્વ. રાજકપૂરના પરિવારના સભ્યો તથા અભિનેતા મનોજકુમારને પણ તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આ એવોર્ડ ધુડીરાજ ગોવિંદ ફાળકે જેમને દાદા ફાળકેના નામથી ઓળખવામાં આવે છે તેમના માનમાં ફિલ્મ ક્ષેત્રે જોડાયેલી હસ્તીઓને આપવામાં આવે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|