|
| જમ્મૂ કાશ્મીરમાં હાઈ એલર્ટ |
| જમ્મૂ (ભાષા), શુક્રવાર, 28 નવેમ્બર 2008 ( 16:28 IST ) | |
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓને પગલે જમ્મૂ કાશ્મીરમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે અને અધિકારી સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓને પગલે રાજ્યમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, તમામ મહત્વપૂર્ણ વિસ્તારો અને એ વિધાનસભા સીટો પર પોલીસ સતત પેટ્રોલીંગ અને દેખરેખ રાખી રહી છે જ્યાં ચૂંટણી યોજાવાની છે.
જમ્મૂ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અને આતંરરાષ્ટ્રીય સીમા પર પણ સેના તથા બીએસએફના જવાન સતત પેટ્રોલીંગ કરી રહ્યાં છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, સીમા પર તેનાત જવાન સતર્ક છે જેથી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાની આ તરફ ઘુસણખોરીના આતંકવાદીઓના કોઈ પણ પ્રયત્નને નિષ્ફળ કરી શકાય.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|