|
| લીંબડી નજીક અકસ્માતમાં 8 આદિવાસી મર્યા |
| રાજકોટ (ભાષા), સોમવાર, 6 ઑક્ટોબર 2008 ( 15:36 IST ) | |
ગુજરાતના લીંબડી નજીક આજે વહેલી સવારે એક ટ્રક પાછળ બીજો ટ્રક અથડાતા આઠ આદિવાસીઓના મૃત્યુ નિપજ્યાં છે.
આજે વહેલી સવારે વડોદથી બે કિલોમીટર દૂર સર્જાયેલી આ દુર્ઘટૅનામાં ચાર બાળક, ત્રણ મહિલા અને એક પુરૂષનું મૃત્યું નિપજ્યું છે જ્યારે ટ્રકમાં બેસેલા અન્ય સાત વ્યક્તિઓને ગંભીર હાલતમાં લીંબડી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યાનુસાર ભોગ બનનારા જંબુસરનો આદિવાસી પરિવાર છે. જે મજુરી કામની શોધમાં પોતાના ગામ જંબુસર નજીકના કાવલી ખાતેથી ગત રાત્રે 9 વાગ્યે ઉપલેટા જવા માટે રવાના થયો હતો. આ અકસ્માત લીંબડીથી 20 કિલોમીટર દૂર સજાર્યો છે.
મૃતકોમાં ડાહ્યાભાઈ બાબુભાઈ રાઠવા (ઉ. 49), સુરેશભાઈ મગનભાઈ રાઠવા (ઉ.9), સંદીપ મગનભાઈ રાઠવા (ઉ.8), ભાવેશ મગનભાઈ રાઠવા (ઉ.3), દળીયાબેન મગનભાઈ રાઠવા, કંચનબેન ડાહ્યાભાઈ રાઠવા, તથા સવિતાબેન બાબુભાઈ રાઠવા (તમામ રહે. જંબુસર)નો સમાવેશ થાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|