|
| સુરત બોમ્બકાંડ : ભૂતપૂર્વ મંત્રીને 20 વર્ષની કેદ |
| સુરત (ભાષા), રવિવાર, 5 ઑક્ટોબર 2008 ( 09:54 IST ) | |
સુરતમાં વર્ષ 1993 માં થયેલા બોમ્બ ધડાકાઓનો ચૂકાદો શનિવારે ટાડા અદાલતે આપ્યો હતો જેમાં પકડાયેલા આરોપીઓ પૈકી ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન મોહમ્મદ ગુલામ સુરતીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય છ શખ્સોને 10-10 વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1993 માં સૂરતમાં થયેલા એક બોમ્બ ધડાકામાં ટાડા કોર્ટે એક ન્યાયિક ચૂકાદો આપ્યો હતો આ બ્લાસ્ટની ઘટનામાં એક બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય 11 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
ઉપરોક્ત ઘટનામાં 7 આરોપીઓનોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન કોંગ્રેસી નેતા મોહમ્મદ ગુલામ સુરતી પણ હતાં.
મોહમ્મદ ગુલામ સુરતીના ઘરેથી બહોળા પ્રમાણમાં ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી અને તેમણે જ આ વિસ્ફોટનું ષડયંત્ર રચ્યું હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|