|
| ગુજરાતમાં ટાટાનો નૈનો પ્લાન્ટ ? |
| અમદાવાદ (ભાષા), શનિવાર, 4 ઑક્ટોબર 2008 ( 13:03 IST ) | |
પશ્વિમ બંગાળમાંથી સિંગૂર પરિયોજનાને ટાટા કર્યા બાદ રતન ટાટાએ ગુજરાત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું સત્તાવાર સુત્રોના હવાલે જણાવામાં આવ્યું છે.
પશ્વિમ બંગાળમાંથી પ્લાન્ટ બંધ કર્યા બાદ ટાટા સામે એક મુખ્ય પ્રશ્ન એ હતો કે, હવે પ્લાન્ટ ક્યાં સ્થળે સ્થાપિત કરવામાં આવે દરમિયાન દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ રતન ટાટાને પોતાના રાજ્યોમાં નૈનો પ્લાન્ટ સ્થાપિત કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ કદાચ એક પારસી હોવાના નાતે રતન ટાટાને ગુજરાત સાથે વધુ લગાવ હોય તેવું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ ગુજરાતની ઔદ્યોગિક વિકાસથી અંજાઈને પણ રતન ટાટાએ હવે અહીં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરવાનું મન બનાવી લીધું છે. આ માટે કચ્છના મુંદ્રા, અમદાવાદના સાણંદ અને સુરતમાં યોજના માટે જમીનની પસંદગી પણ કરવામાં આવી છે.
સુત્રોના અનુસાર રતન ટાટાએ આ મુદ્દે રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી લીધી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|