|
| મીડિયા પર હૂમલાની તપાસ થશે : મોદી |
| અમદાવાદ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 10:20 IST ) | |
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આશારામ બાપૂના સમર્થકો દ્રારા મીડિયાકર્મિઓ પર કરવામાં આવેલા હુમલાઓની તપાસનો આદેશ આપી દીધા છે. તેમજ રાજ્યના ગૃહ મંત્રી અમિત શાહે પણ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા તેના દોષીઓને સજા અપાવવાનું આશ્વાસન આપ્યું છે.
આ સાથે જ સ્થાનીય પત્રકાર સંઘે શનિવારે અહીં રેલી કાઢીને ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આશારામબાપૂના આશ્રમમાં થયેલી બે બાળકોના મૃત્યુ કેસમાં આશ્રમ પ્રશાસનને દોષી ઠેરાવાની શુક્રવારે અમદાવાદ બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારી કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં છે.
આ દરમિયાન આશારામના સમર્થકોએ મીડિયાના લોકો પર હુમલો કરી મીડિયાકર્મીઓ સાથી મારપીટ કરી અને તેમના કેમેરા અને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ મીડિયાકર્મિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સમર્થક બાપૂ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનોનું કવરેજ કરવાનો વિરોધ કરી રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, 6 જુલાઈના રોજ દીપેશ અને અભિષેક નામના બે બાળકોના મૃતદેહ અમદાવાદમાં સંત શ્રી આશારામ ગુરૂકૂળ પાછળ નદીના કિનારેથી મળી આવ્યાં હતાં. આ બાળકોને ગુરૂકૂળમાં અભ્યાસમ માટે ભરતી કરવામાં આવ્યાં હતાં અને ત્રણ જુલાઈથી જ તેઓ આશ્રમમાંથી ગૂમ થઈ ગયાં હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|