|
| ગુરૂના ગુંડાઓનો ક્રોધાવેશ | | - જનકસિંહ ઝાલા |
| 19 જુલાઈ 2008 ( 13:56 IST ) |
|
અરે આ શું... અમદાવાદ તો આગમા સળગી રહ્યું છે....લાલ આંગની જ્વાળાઓમાં આ સફેદ વસ્ત્રધારી યુવાનો કોણ છે.... અરે ભાઈ આ તો આશારામ બાપુના સમર્થકો છે.... પરતું ભાઈ આ સમર્થકોના હાથમાં આજે તલવારો કેમ છે અને તેઓ કયું ધીંગાણું કરવા જઈ રહ્યાં છે. . બાપૂના સમર્થકો આટલા આકરા પાણીએ કેમ છે....
કારણ માત્ર એક જ છે... મીડિયા અને તેનો ભ્રામક પ્રચાર.. . હા મીડિયાના કારણે જ તો બાપુના સમર્થકો આટલા આકરા પાણીએ થયાં...ભાઈ બન્યું એવું કે, ગત તારીખ 4 જુલાઈના રોજ બાપુના આશ્રમમાંથી દિપેશ અને અભિષેકના બે બાળકો ગૂમ થયેલા. અને બાદમાં આ કૂમળા બાળકોના મૃતદેહો નદીના પટમાંથી મળી આવેલા.એક તારણ એવું હતું કે, નદીમાં ડૂબી જવાથી બન્નેના મૃત્યુ નિપજ્યાં છે પરંતુ મૃતક બાળકોના માતા-પિતા એ વાત માનવા માટે તૈયાર જ ન હતાં... તેઓનું કહેવું હતું કે, તેમના બાળકોની હત્યા કરવામાં આવી છે.
આખરે આ વાત આપણા મીડિયાના કાન સુધી પહોંચી... બસ પછી તો ખબર જ છે શું થવાનું હતું... મીડિયાએ આ ઘટનાને ખુબ જ જોરશોરથી ચગાવી... ગુમ થયેલા અને બાદમાં મૃત મળી આવેલા બે નિર્દોષ બાળકોની હત્યા પાછી આશારામ બાપૂ અને તેમના આશ્રમનાં અન્ય લોકોને જવાબદાર ઠેરાવામાં આવ્યાં...
જે ગુરૂપૂર્ણિમાના દિવસે આશારામ બાપુનો જયજય કાર થવો જોઈએ એ જ દિવસે તેમની વિરુદ્ધ સુત્ર્ત્રોચ્ચાર થવાં લાગ્યાં. આ વાત બાપુના સમર્થકો સુધી પહોંચી ત્યારે તેમનો પારો તો આસમાને પહોંચી ગયો.. બસ પછી તો અમદાવાદ સજ્જડ બંધ હોવા છતાં પણ એક વિરોધરૂપી વટોંળમાં ફેરવાઈ ગયું.
કાલે ગુરૂપુર્ણિમાનો દિવસ હોય...બાપુના કેટલાક સમર્થકો બાપુને નમન કરવા માટે તેમના આશ્રમે ગયાં હતાં... અચાનક બાપુના સાધકો અને વિરોધીઓ સામસામે આવી ગયાં.. ગુરૂપૂર્ણિમાં સંદર્ભે બાપુના બહારગામથી આવેલા સાધકોને વિરોધીઓએ નિશાન બનાવાનું શરૂ કર્યું...બીજી તરફ બાપુના સાધકો જેમાં અમુક અસમાજિક તત્વો પણ સામેલ હતાં તેઓ ખટારા ભરીને ભરીને એકત્ર થવા લાગ્યાં અને જોતજોતા આખુ અમદાવાદ શહેર આગની લપેટમાં સમેટાઈ ગયું...
ઘટનાસ્થળે પોલીસ પહોંચી...પોલીસે અશ્રુગેસ છોડ્યાં...લાઠીચાર્જ કર્યો... છેલ્લે ગોળીબાર પણ કર્યો પરંતુ સાધકો અને વિરોધીઓ વચ્ચેનું ધમાસાણ જેમનું તેમ રહ્યું... આ ધમસાણમાં સામાન્ય જનતાની સાથોસાથ અનેક પત્રકારો પણ ઘવાયાં... અમદાવાદના ચાંદખેડા-અડાલજ તથા ગાંધીનગર હાઈવે સુધીમાં બે ડઝનથી વધારે કારોને ભસ્મીભૂત કરી નાખવામાં આવી અને આ બધુ માત્ર એક કલાકના સમયગાળામાં થઈ ગયું..
ઘટનાની ગંભીરતાને જોતા આશારામ બાપુ મૃતક બાળકોના પરિજનોને મળવા પણ ગયેલા... પરંતુ વિરોધીઓનો રોષ ચરમસીમાએ હતો... બાપુ ત્યાં માત્ર ત્રણ-ચાર મિનિટ જ બેઠા હશે...અને અચાનક જ અહીં વિરોધીઓનો રાફડો ફાટી નિકળ્યો અને બાપુ જે જે વસ્તુઓ પર બેઠા હતાં તે વસ્તુઓ અને ગાદીને સળગાવી નાખી.. આ અંગે પોલીસ ફરિયાદો પણ નોંધવામાં આવી...
બાપુ માત્ર કહેવાનું હતું કે, 'મને ગુજરાતના ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે... અને મારી વિરુદ્ધ ખોટા પ્રચાર કરવામાં આવી રહ્યાં છે.... બીજી બાજુ મૃતક બાળકોના પરિજનો કહે છે કે, તેમના બાળકોની હત્યા નિપજાવામાં આવી છે જેની પાછળ આશ્રમ સાથે સંબંધિત લોકો જવાબદાર છે અને કોણ સાચું છે અને કોણ ખોટું તે તો આવનારો સમય જ બતાવશે... ખૈર મારા તરફથી બધાને જય ગુરૂદેવ...
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|