|
| સપાના માત્ર 16 સાંસદ બેઠકમાં પહોંચ્યા |
| નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 16:01 IST ) | |
યુપીએ સરકારના શક્તિ પરીક્ષણની ઠીક પહેલા સપા સાંસદોની મહત્વપૂર્ણ બેઠકમાં આજે પાર્ટીના 39 લોકસભા સભ્યોમાંથી માત્ર 16 જ હાજર રહ્યાં.
પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવ અને મહાસચિવ અમર સિંહે બેઠકને સંબોધિત કરી. તેનું મહત્વ એટલા માટે વધી ગયું છે કારણ કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના વિશ્વાસ મત પહેલા સપા સત્તારુઢ જોડાણની પ્રમુખ સહયોગી બનીને બહાર આવી છે.
પાર્ટી સાંસદ અતીક અહમદ અને અફજલ અંસારી જેલમાં છે જ્યારે રાજ બબ્બર અને બેની પ્રસાદ વર્માને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યાં છે.
મુનવ્વર હુસૈન ખુલેઆમ વિરોધ કરી રહ્યાં છે. તેમણે એલાન કર્યું કે, તે પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરશે. હમીરપુરથી સાંસદ રાજનારાયણ બુધૌલિયા અને મોહનલાલગંજથી સાંસદ જયપ્રકાશનો પણ આવો જ મામલો છે.
કીર્તિ વર્ધન સિંહ, મોહન સિંહ અને રેવતી રમન સિંહે સંસદીય ટુકડીની ગત બેઠકમાં ભાગ ન લીધો પરંતુ તે બે દિવસીય વાતચીતમાં હાજર રહ્યાં.
દરમિયાન પાર્ટીએ 21 અને 22 જુલાઈના રોજ પોતાના સાંસદોને લોકસભામાં ઉપસ્થિત રહેવા અને સરકારના પક્ષમાં મતદાનનો નિર્દેશ કરતા જ વ્હિપ જારી કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|