|
| દેશ અને રાજનીતિને ઉર્જા આપીશું : મોદી |
| નવી દિલ્હી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 14:41 IST ) | |
ગુજરાતના મુખ્યમંત્રી નરેંન્દ્ર મોદીએ આજે કહ્યું કે, અમે દેશ અને રાજનીતિ એમ બંનેને ઉર્જા આપવા માંગીએ છીએ. અમારૂ લક્ષ્ય દેશની જરૂરીયાતોની વધારેમાં વધારે પુર્તિમાં પોતાનું યોગદાન આપવાનું છે.
નરેંન્દ્ર મોદીએ આજે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના કે જી 22 તેલ તથા ગેસ ઉત્ખનન પ્લેટફોર્મના દિનદયાળ બ્લોકની પોતાની યાત્રા બાદ વીડિયો કોંફ્રેંસની મદદથી અહી પત્રકારોને સંબોધિત કર્યા.
સંપ્રગના 22મીએ રજુ થનારા વિશ્વાસમતના પ્રસ્તાવ બાબતે કોંગ્રેસના બે સાંસદોને પોતાની પાર્ટી માટે મતદાનની તરફેણમાં લાવવા બાબતે જ્યારે મોદીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું ઉર્જાના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું અને કોઈ પણ પ્રકારની ઉર્જાથી બધાને લાભ થાય છે. તમે આનો જે પણ અર્થ કાઢો તે.
તેમણે કહ્યું કે, પ્રાકૃતિક સંપદા અમને ભારત માતાએ આપી છે. આ ફક્ત ગુજરાતની જ નહીં પણ આખા ભારતની છે. સંપૂર્ણ દેશને ઉર્જા આપવામાં ગુજરાતને આનંદની પ્રાપ્તિ થશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|