|
| લખનૌ એરપોર્ટનું નામ ચૌધરી ચરણ સિંહ |
| નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 14:38 IST ) | |
સરકાર દ્રારા લોકસભામાં વિશ્વાસ મત દાખલ કરવાના પ્રયત્નો કરવાના થોડા દિવસો પહેલા કેબિનેટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં લખનૌ હવાઈમથકનું નામ ચોધરી ચરણ સિંહ એરપોર્ટ કરવામાં આવવાને મંજૂરી આપી દીધી. વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટની બેઠકમાં ઘણા સમયથી લંબિત આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન ચરણ સિંહના પુત્ર અજિત સિંહ એવું કરવાની લાંબા સમયથી માગણી કરી રહ્યાં હતાં. સરકારના વિશ્વાસ મત મેળવામાં ત્રણ સાંસદોની તાકાતવાળી અજિત સિંહના રાષ્ટ્રીય લોક દળની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
એ પ્રશ્ન પુછવા પર કે, સરકારના આ નિર્ણયથી શું 22 જુલાઈના રોજ વિશ્વાસ મત મેળવવામાં લાભ મળશે. ચિદંબરમે હસતાં હસતાં જણાવ્યું કે, તેનો લેંડિંગમાં ફાયદો થશે.
લખનૌ હવાઈમથકનું નામ પોતાના પિતાના નામ પર કરવાના મંત્રીમંડળના નિર્ણય પર અજિત સિંહે કહ્યું કે, આ વિષે મે ઘણા સમય પહેલા વડાપ્રધાન અને નગર વિમાનન મંત્રી પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મોડેથી લેવામાં આવેલો સાચો નિર્ણય છે અને હું તેનું સ્વાગત કરું છું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|