|
| મોદીએ અવમાનના મુદ્દે જવાબ આપ્યો |
| નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 10:52 IST ) | |
ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, બનાવટી એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા કથિત ગેંગસ્ટાર સોહરાબુદ્દીન શેખની હત્યાને ચૂંટણી ભાષણમાં તેઓએ કદી ન્યાયોચિત ઠેરાવ્યું નથી.
મોદીએ જણાવ્યું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે જે ભાષણ આપ્યું હતું તે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની વાતોનો જવાબ હતું. સોનિયા ગાંધીએ કથિત રીતે તેમને ' મૌત ના સૌદાગર' ગણાવ્યાં હતાં.
તેમણે જણાવ્યું કે, ચૂંટણી સભા દરમિયાન તેમનું ભાષણ સોનિયા ગાંધી તરફથી લગાડવામાં આવેલા આરોપોનો ચૂંટણી જવાબ હતો. મોદીએ ગત 12 ડિસેમ્બરના રોજ જારી અવમાનના નોટીસના જવાબમાં સૌગંધનામું દાખલ કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ચાર ડિસેમ્બરના તેમનું ભાષણ ન્યાયાલયમાં લંબિત બાબતોમાં કોઈ પણ રીતે હસ્તક્ષેપ ન હતો અને તેમણે ન્યાયાલયની અવમાનના કરી નથી.
સૌગંધનામમાં તેમણે જણાવ્યું કે, મીડિયામાં તેમના હવાલે જે સમાચાર છપાયા તે તેમના મૂળ ભાષણથી વિપરીત હતી. તેમણે સૌંગધનામામાં પોતાના મૂળ ભાષણની કોપી અને તેનો અંગ્રેજી અનુવાદ પણ શામેલ કર્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|