|
| મોદીની મુશ્કેલીઓમાં વધારો |
| અમદાવાદ (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 17:50 IST ) | |
15મી લોકસભા ચૂંટણીમાં ભાજપનો જબરજસ્ત રકાસ થયો છે. ગુજરાતમાં પણ ભાજપને જોઈએ તેવી બેઠકો મળી નથી. મોદી મેજિકનો કોઈ જાદુ ચાલ્યો નથી. મોદી મેજિક નિષ્ફળ જતાં મોદીને ઘણાં જ પ્રશ્નોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. એક બાજુ ભાજપની હાર માટે મોદી પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ મતદાનના દિવસે એટલે કે 30 એપ્રિલના દિવસે ગુજરાત ભાજપ દ્વારા હથકડી સાથે નરેન્દ્ર મોદીનો ફોટો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, આપણા નરેન્દ્રભાઈ જેલમાં જાય તે તમને સ્વીકાર્ય છે? જો ના તો કેન્દ્રમાંથી કોંગ્રેસની સરકારને ફેંકી દો.
આ અંગે મોવડી મંડળે મોદી પાસેથી જવાબ માંગ્યો છે. તો ગોધરા રમખાણ કેસમાં પણ મોદી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી ગોધરા તોફાનોની તપાસને રોકવા માટે ટૂંક સમયમાં દિલ્હી જાય તેવી પણ આંશકા વ્યક્ત કરવામાં આવી છે.
જો ગોધરા રમખાણ કેસની તપાસ બાદ મોદી કાયદાકીય ગૂંચમાં આવી ગયા તો તોફાનોના અન્ય કેસમાં પણ તેમની સામે કાર્યવાહી થાય તેવી પૂરતી શક્યતા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|