|
| સોનિયા ગાંધી પુન: યુપીએ અધ્યક્ષા |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 12:50 IST ) | |
યુપીએની બેઠક કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10, જનપંથ ખાતે પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં યુપીએના વિવિધ ઘટક પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં નવી કેબિનેટના મંત્રાલય અંગેનો વિચાર કરવામાં આવ્યો હતો.
બેઠકમાં સોનિયા ગાંધીને યુપીએના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ સેઝનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે યુપીએના લઘુતમ કાર્યક્રમની પણ વાત કરી હતી.
બેઠકમાં મમતા બેનર્જી, કરુણાનિધિ, શરદ પવાર, પ્રફુલ પટેલ ફારૂક અબ્દુલ્લા પ્રણવ મુખર્જી, પી ચિદમ્બરમ, એ કે એન્ટોની જેવા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. રાહુલ ગાંધી પણ બેઠકમાં હાજર રહ્યા હતાં. જો કે આ બેઠકમાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવ અને લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષા રામ વિલાસ પાસવાન ભાગ લેશે નહી.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના આમંત્રણ મળ્યા બાદ મનમોહન સિંહ બુધવારના રોજ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડો. મનમોહન સિંહ 22 મેના વડાપ્રધાન પદના શપથ લેશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|