|
| અગ્નિ-2 મિસાઈલ સફળ પ્રક્ષેપણ |
| બુધવાર, 20 મે 2009 ( 08:06 IST ) | |
ભારતે ત્રણ હજાર કિલોમીટર સુધી માર કરી શકે તેવી પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ એવી અગ્નિ-2 મિસાઈલનું ઓરિસ્સાના સમુદ્રકિનારે આવેલા પ્રક્ષેપણ કેન્દ્ર પરથી આજે મંગળવારે સફળ પરિક્ષણ કર્યુ છે.
રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં જ નિર્માણ પામેલી મધ્યમ અંતરે માર કરનારી આ બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ સવારે લગભગ 10:06 વાગ્યે કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સૈન્યનું એક પ્રાયોગિક પ્રક્ષેપણ હતું અને ઉપકરણ સંબંધિત જરૂરી મદદ પૂરી પાડવા માટે આ પ્રસંગે રક્ષા ડીઆરડીઓના વૈજ્ઞાનિકો ઉપસ્થિત હતા.
અત્યાધૂનિક એવી આ મિસાઈલનું પરિક્ષણ સફળ રહ્યું હતું. ડીઆરડીઓ દ્વારા કરવામાં આવેલા ત્રણ સફ્ળ પરિક્ષણો બાદ મિસાઈલનું ઉત્પાદન કરવામાં આવશે. વરિષ્ઠ રક્ષા વૈજ્ઞાનિકે કહ્યું હતું કે આ પ્રકારની મિસાઈલોના ઉત્પાદન માટે અમે સંપૂર્ણ રીતે પ્રણાલીઓ વિકસાવી છે. સૈન્યમાં આ પ્રકારના અસ્ત્રોના સંચાલન માટે એક વિશેષ મિસાઈલ ટીમની રચના કરવામાં આવી છે.
સરકારી પ્રભુત્વ ધરાવતી ભારત ડાયનામિક્સ લિમિટેડ અગ્નિ-1 અને અગ્નિ-2 મિસાઈલોના ઉપ્તાદન માટે નોડલ એજન્સી સ્થપાઈ છે.
જમીનની સપાટી પર માર કરનારી અગ્નિ-1ની મારક ક્ષમતા 1500 કિ.મીની છે જ્યારે અગ્નિ-2 એક હજાર કિ.ગ્રા સુધીનું વજન વહન કરવાની સાથે સાથે 2500 કિ.મી થી લઈને 3000 કિ.મીના અંતર સુધીના પોતાના લક્ષ્યને વિંધી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|