|
| ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ખંડુરીનું રાજીનામું |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 08:06 IST ) | |
ઉત્તરાખંડમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલા કારમા પરાજય બાદ રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રભૂવન ખંડુરીએ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ ઉત્તરાખંડમાં તમામ એવી લોકસભાની પાંચેય સીટો પરથી હારી ગયું છે. ગત લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ત્રણ બેઠકો પર ભાજપનો કબજો હતો જ્યારે કોંગ્રેસ પાસે ફક્ત એક જ સીટ હતી. પરંતુ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાંચેય સીટો પર પોતાનો કબજો જમાવી ઉત્તરાખંડમાં રીતસરનો સપાટો બોલાવી દીધો છે.
ચૂંટણી પરિણામો આવતાની સાથે જ ખંડુરીના રાજીનામાની અટકળો તેજ થવા લાગી હતી. રાજ્યમાં ભાજપના બે ભાગલા પડી ગયા છે. એક બાજુ રાજ્યના મુખ્યપ્રધાન સી એમ ખંડુરી છે અને બીજી બાજુ અસંતુષ્ઠ નેતા ભગત સિંહ કોશ્યારી જે પોતાને મુખ્યપ્રધાન ન બનાવતા ખુબ જ રોષે ભરાયા હતાં.
ભાજપને મળેલી હારનું મુખ્ય કારણ પાર્ટીમાં કોશ્યારી જુથનો અસંતોષ માનવામાં આવી રહ્યો છે. પરંતુ તેનો ભોગ રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રભૂવન ખંડુરીએ બનવુ પડ્યું હતું. જો કે, રસપદ વાત તો એ છે કે ખંડૂરીએ પોતાનું રાજીનામું રાજ્યપાલને ન સોંપતા પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને સોંપ્યુ હતુ જેનું બંધારણીય રીતે કોઈ મહત્વ નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|