યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
બાલ ઠાકરેએ રાજ સાથે સંબંધ તોડ્યો
મુંબઈ (ભાષા), મંગળવાર, 19 મે 2009   ( 11:09 IST )
શિવસેના પ્રમુખ બાલ ઠાકરે એ કહ્યું છે કે, તેમણે પોતાના બાગી ભત્રીજા અને મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે પોતાના તમામ સંબંધો તોડી નાખ્યાં છે.

શિવસેના પ્રમુખે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જે મરાઠી લોકોના દુશ્મન છે તે મારા પણ દુશ્મન છે. હું મારા લોહીના સંબંધોની ચિંતા કરતો નથી જે સ્વાર્થની રાજનીતિમાં શામેલ હોય.

બાલ ઠાકરે અને તેમના પુત્ર ઉદ્ધવે તાજેતરની લોકસભા ચૂંટણીમાં રાજ્યની ઓછામાં ઓછી અડધો દર્જન સીટો પર શિવસેના-ભાજપ જોડાણની હાર માટે મનસેને જવાબદાર ઠેરાવ્યું હતું.

તેમણે કહ્યું કે, મનસે ઉમેદવારોએ મરાઠી મતોને બેકાર કરી દીધા, જેના કારણે ભગવા જોડાણને હારનો સામનો કરવો પડ્યો અને મુંબઈમાં તેને કોઈ પણ સીટ પ્રાપ્ત થઈ નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં લોકસભાની છ સીટો છે.

ઠાકરેએ જણાવ્યું કે, હું હાલ રાજ ઠાકરેથી સંપર્કમાં નથી. બાલ ઠાકરેનું નિવેદન એ સમયે આવ્યું જ્યારે શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીએ કહ્યું કે, રાજ અને બાલ ઠાકરે ફોન પર સંપર્કમાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફિફ્ટી-ફિફ્ટી બેઠકો
વરુણના પ્રવચનથી ભાજપને નુકસાન
લાલુ-મુલાયમની કેબિનેટમાંથી બાદબાકી
અડવાણી પછી કોણ ?
રાધનપુર નજીક અકસ્માત, 21 મર્યા
લોકસભામાં પહોંચ્યા ચાર અરબપતિ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...