|
| સૌરાષ્ટ્ર-કચ્છમાં ફિફ્ટી-ફિફ્ટી બેઠકો |
| રાજકોટ (ભાષા), સોમવાર, 18 મે 2009 ( 15:07 IST ) | |
સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકો માટે જાહેર કરવામાં આવેલા પરિણામો ભાજપ માટે આંખ ઉઘાડનારા છે. આઠ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ માટે કેટલીક બેઠકોમાં ઉલટસુલટ થઈ છે. જો કે, ગત ચૂંટણીની સાપેક્ષે ભાજપને એક બેઠક ઓછી મળી છે. કોંગ્રેસ-ભાજપને ફિફ્ટી-ફિફ્ટી બેઠકો મળી છે.
ભાજપે ચાર બેઠકોમાં જૂનાગઢ, અમરેલી, કચ્છ, ભાવનગર અને કોંગ્રેસે સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર અને રાજકોટની બેઠક મળી છે. ગત વિધાનસભાની ચૂંટણીની જેમ ભાજપને નવા ચહેરાઓ મેદાનમાં ઉતારવાનો પ્રયોગ ઉડીને આંખે વળગે તેવો ચમત્કાર દેખાડી શક્યો નથી ને રાજકોટ જેવી મહત્વની બેઠક કે જ્યાં ભાજપ છ ટર્મથી જીતતું આવ્યું છે, એ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપે અમરેલી અને જૂનાગઢની બેઠકો મેળવી તો સુરેન્દ્રનગરની ગુમાવી છે સામે પક્ષે કોંગ્રેસે બે બેઠકો ગુમાવી, ત્રણ વધારાની બેઠકો મેળવીને ચારનો સ્કોર કર્યો છે.
રાજકોટ
કાર્યકરોના વિરોધ વચ્ચે નવા ચહેરા કિરણ ભાલોડિયા કે જેનો ટિકિટ આપતા પહેલા પક્ષમાં વિરોધ છવાયો હતો તેમની કારમી હાર સાથે મહત્વની બેઠક ભાજપે ગુમાવી છે. ભાજપના મોવડી મંડળે ખેલોલો જુગાર મોંઘો પડ્યો છે અને એની સામે કોંગ્રેસના કુંવરજી બાવળિયાની 24735 ના માર્જિનથી જીત થઈ હતી. લેઉવા પટેલની અવગણના પણ ભાજપને ભારે પડી છે. વિજય રૂપાણી, વજુ વાળા, હરિ પટેલ, ભંડેરી જેવા સમક્ષ નેતાઓની ફોજ હોવા છતાં ભાજપને ઝટકો લાગ્યો છે.
અમરેલી
આમ જોઈએ તો કોંગ્રેસે આ બેઠક ગુમાવી છે. અહીં વર્તમાન સાંસદના પત્ની નિલા ઠુમ્મરની ભાજપના નવા ઉમેદવાર નારણ કાછડિયાએ હાર આપી છે ને રાજ્યમંત્રી દિલીપ સંઘાણી, પ્રદેશ પ્રમુખ રૂપાલાની પણ લાજ રહી ગઈ છે. એક તબક્કે એવું લાગતુ હતું કે, જીત કોંગ્રેસની જ થશે કેમકે, નવા ભળેલા વિસ્તારોમાં મહુવાના ધારાસભ્ય બળવાખોરી પર ઉતરી આવ્યાં છે અને ગારિયાધારમાં ભાજપનું કંઈ ઉપજે એવું નહોતું. આમ છતાં મોદી ઉપરાંત લેઉવા ફેક્ટર કામ કરી જતા ભાજપના ઉમેદવારની 37,326 મતોના માર્જિનથી જીત થઈ છે. સામે પક્ષે કોંગ્રેસના વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભામાં પણ જૂથબંધી નડી ગઈ છે.
જૂનાગઢ
ભાજપના ઉમેદવાર અને કોડીનારના ધારાસભ્ય દિનુ સોલંકી કોંગ્રેસના વર્તમાન સાંસદ જસા બારડ સામે પાવરફુલ સાબીત થયા છે. ભાજપના આતંરિક વિરોધ હોવા છતાં ભાજપે સોલંકીને ટિકિટ આપી હતી ને તેમણે બેઠક જીતી બતાવી છે. કોંગ્રેસ માટે આતંરિક અસંતોષ એક બેઠકના નુકસાનમાં પરિણમ્યો છે. ગત વખતે કાવાદાવાથી ટિકિટ મેળવી લેનારા બારડને આ વખતે રિપિટ કરવામાં આવ્યાને વિરોધ ફાંટી નિકળ્યો આ બાબત કોંગ્રેસને દઝાડી ગઈ. ભાજપનો 13749 મતોથી વિજય થયો હતો.
કચ્છ
ભાજપની લાજ રાખી એમ કહેવામાં કોઈ અતિરેક નથી. અનામતમાં પરિવર્તન પામેલી બેઠકમાં એક તો નવા ઉમેદવારને એમાંય એની સામે સ્થાનિક આગેવાનોનો રોષ હોવાથી એવું લાગતું હતું કે, પૂનમ જાટને કોંગ્રેસના પીઢ આગેવાન વાલજી દનીચા હાર આપશે પણ વિકાસનો મુદ્દો, મોદી ફેક્ટર અહી ઈફેક્ટિવ રહ્યું છે ને ભાજપની 71404 મતોથી જીત થઈ છે.
જામનગર
બેઠક જાળવી રાખી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા બન્યા છે ભાજપે નવા ચહેરા રમેશ મુંગરાને મેદાનમાં ઉતારવાની રણનીતિને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપની હારનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો એમાં આગેવાનોની નિક્રિયતા સિવાય અન્ય કોઈ કારણ મળે નહીં.
પોરબંદર
બેઠક અપેક્ષા મુજબ કોંગ્રેસને મળી છે ને ધોરાજીના ધારાસભ્ય રાદડિયાનો વિજય થયો છે. એક તરફ ભાજપ સાથે સેટિંગની ચર્ચાને બીજી બાજુ નવું સિમાંકન કોંગ્રેસને ફાયદા સ્વરૂપ સાબિત થયું છે.
સુરેન્દ્રનગર
યુપીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસ તરફી પાવરનો ઉપયોગ કરનારા સોમા કોળીને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે ટિકિટ આપી ભાજપ સામેથી બેઠક ખૂંચવી લીધી હતી. વિધાનસભાની ચૂંટણીમાં હારી જનાર મેરને ટિકિટ આપવાની બાબત ભાજપ માટે દુષ્સાહસ સાબિત થયું છે.
ભાવનગર
ત્રિપાંખિયો જંગ હતો. મજપાના ઉમેદવાર અને પૂર્વગૃહમંત્રી ઝડફિયા ભાજપની હારનું કારણ બનશે એવું લાગતું હતું આમ છતાં લોકોએ ફરી રાજુભાઈ રાણાને તક આપી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|