|
| વરુણના પ્રવચનથી ભાજપને નુકસાન |
| નવી દિલ્લી (ભાષા), સોમવાર, 18 મે 2009 ( 14:50 IST ) | |
લોકસભાની આ ચૂંટણીઓમાં અપસેટ સર્જીને એનડીએની સરકાર રચવાની ભાજપની આશાઓ નષ્ટ થતાં આત્મમંથન ચાલુ થયું છે. તેમાં હારના દોષનો ટોપલો અનેક કારણો પર ઢોળાઈ રહ્યો છે. કેટલાક લોકો માની રહ્યાં છે કે, વરુણ ગાંધીના પીલીભીતના તેજાબી પ્રવચનથી ભાજપને હાનિ પહોંચી છે.
આત્મમંથન કરી રહેલા ભાજપના નેતાઓને લાગે છે કે, પીલીભીતમાં વરુણના પ્રવચનથી મતોનું ધ્રુવીકરણ થયું અને વરુણને લાભ થયો પરંતુ તેના કારણે અનેક બેઠકો પર ભાજપને ભારે ફટકો પડ્યો છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, વરુણના પ્રવચનના કારણે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થતાં સમગ્ર ઉત્તરપ્રદેશમાં એ મત કોંગ્રેસની તરફેણમાં જતા રહ્યાં હતાં.
વરુણના વિવાદાસ્પદ પ્રવચન પછી તેમની ઉમેદવારી પાછી ખેંચવાની વિચારણા પણ થઈ હતી પરંતુ ત્યારે કેટલાક નેતાઓને એમ લાગ્યું હતું કે, ઉમેદવારી પાછી ખેંચવાથી પક્ષને નુકસાન થશે. વરુણના પ્રવચન બદલ મુખ્યાર અબ્બાસ નકવી અને શાહનવાજ હુસેને અણગમો વ્યક્ત કર્યો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|