યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
લાલુ-મુલાયમની કેબિનેટમાંથી બાદબાકી
નવી દિલ્લી (ભાષા), સોમવાર, 18 મે 2009   ( 11:46 IST )
કોંગ્રેસ પક્ષે સંકેત આપ્યો છે કે ચૂંટણી અગાઉ તેની સાથે જોડાયેલા પક્ષોનો જ નવી કેન્દ્ર સરકારની રચનામાં સમાવેશ કરવામાં આવશે. મતલબ કે સમાજવાદી પક્ષ અને લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળનો નવી સરકારમાં સમાવેશ ન કરવાનો તેણે સંકેત આપી દીધો છે. ચૂંટણી પહેલાના સાથી પક્ષોનો જ મનમોહન કેબિનેટમાં સમાવેશ કરાશે

કોંગ્રેસ કારોબારી સમિતિની આજે મળેલી બેઠકમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો પછીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જોકે તેમાં સપા કે લાલુ યાદવ કે તેનો વ્યક્તિગત રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જો કે આ સાથે જ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે કેબિનેટની રચના અંગે મંગળવારે ચૂંટણી અગાઉના સાથી પક્ષો જેમ કે ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ અને એનસીપી સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

અગાઉ આજે સમાજવાદી પક્ષની બેઠકમાં યુપીએ સરકારને ટેકો આપવાનો નિર્ણય લેવાયો હતો. એ જ રીતે જનતાદળ(એસ)ના દેવગૌડાએ પણ નવી સરકારને ટેકો આપવાની તૈયારી દાખવી હતી. બીજી તરફ લાલુ યાદવે જોરદાર પછડાટ ખાધા પછી સરકારને ટેકો આપવા અને નવી કેબિનેટમાં જોડાવાની તેમની તૈયારી પણ દાખવી દીધી છે.

યુપીએને 271 ના આંકડા સુધી પહોંચવા માટે માત્ર 11 સાંસદોના ટેકાની જરૂર હોવાથી આ પક્ષોએ કોઈ જ શરતો મૂક્યા વગર ગરીબ ગાયની જેમ ટેકો જાહેર કરી દીધો છે. એક કલાક લાંબી ચાલેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં આ પક્ષોના ટેકા અંગે પણ ચર્ચા થઈ હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અડવાણી પછી કોણ ?
રાધનપુર નજીક અકસ્માત, 21 મર્યા
લોકસભામાં પહોંચ્યા ચાર અરબપતિ
ઝારખંડ ભાજપને ફળ્યું
યુપીમાં કોંગ્રેસે અન્યોને હંફાવ્યા
આંધ્રમાં કોંગ્રેસ સફળ રહ્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...