|
| અડવાણી પછી કોણ ? |
| નવી દિલ્લી (ભાષા), 18 મે 2009 ( 11:37 IST ) | |
લોકસભા ચૂંટણીમાં હાર પછી ભાજપમાં નવી ચર્ચા શરૂ ગઈ છે કે લાલકૃષ્ણ અડવાણી બાદ તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે.
અડવાણીએ લોકસભામાં વિપક્ષનાં નેતા પદને છોડવાની ઈચ્છા દર્શાવી હતી. ત્યારબાદ ભાજપમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ પદ કોને સોંપાય. જો કે સંસદીય બોર્ડે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહને અડવાણીને મનાવવાની જવાબદારી સોંપી છે કે જેથી અડવાણી તે પદ સંભાળી શકે.
અડવાણીને લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે ઉમેદવાર બનાવ્યો હતો પણ ચુંટણી બાદ મળેલા પરાજ્ય બાદ અડવાણીએ વિપક્ષનું નેતાપદ છોડવાની રજૂઆત કરી હતી. જો કે આ રજૂઆતનાં 24 કલાકમાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ પ્રતિક્રિયા આપી હતી કે, જો તેમને જવાબદારી સોંપવામાં આવશે, તો તે સહર્ષ જવાબદારી સંભાળશે.
ડો.જોશીએ કહ્યું કે અડવાણીએ કરેલી રજૂઆત આદર્શ છે. તેમણે કહ્યું કે અડવાણી પાર્ટીનાં નહીં પણ દેશનાં નેતા છે. તે એનડીએનાં અધ્યક્ષ બની શકે છે. કારણ કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સ્વાસ્થ્ય તેમને સક્રિય રાજકારણમાં આવી શકે તેમ નથી.
આ દરમિયાન આરએસએસે જણાવ્યું હતું કે ભાજપે પોતાનું નેતૃત્ત્વ, એજન્ડા અને કાર્યપ્રણાલી પર પુર્નવિચાર કરવો જોઈએ. ચૂંટણીનું પરિણામ બાદ અડવાણી સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
અડવાણી બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે જેમનું નામ ચર્ચાય છે તે રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને જશવંતસિંહ પણ લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. આ ત્રણેયમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|