|
| લોકસભામાં પહોંચ્યા ચાર અરબપતિ |
| નવી દિલ્લી (ભાષા), સોમવાર, 18 મે 2009 ( 11:02 IST ) | |
પંદરમી લોકસભા માટે ચૂંટણી લડનારા લગભગ એક દર્જન અરબપતિઓમાંથી માત્ર ચાર ઉમેદવારોને જ જનતાએ જીતાવીને પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો મૌકો આપ્યો છે જ્યારે કેન્દ્રિય મંત્રી રેણુકા ચૌધરીએ પણ તેલુગૂદેશમ પાર્ટીના અરબપતિ ઉમેદવારને જ લોકસભાથી બહારનો રસ્તો દેખાડ્યો છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) ના રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, સદન માટે ચાર અરબપતિ સાંસદ ચૂંટવામાં આવ્યાં છે. તેમાંથી કોંગ્રેસના બે અને તેલુગૂદેશમના એક તથા એક અન્ય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે. ચૂંટણી પરિણામો અનુસાર આંધ્રપ્રદેશની ખમ્મમ સીટથી તેલુગૂદેશમ પાર્ટી ઉમેદવાર અને એક અરબ 73 કરોડની સંપત્તિના માલિક નામા નાગેશ્વર રાવ કેન્દ્રિય મંત્રી રેણુકા ચૌધરીને 124949 મતોથી હરાવીને સૌથી રહીસ સાંસદ બની ગયાં છે. રાવને 467385 મત મળ્યાં જ્યારે રેણુકાને 342436 મત પ્રાપ્ત થયાં.
જીત મેળવનારા અન્ય ત્રણ અરબપતિ ઉમેદવારોમાં હરિયાણાના કુરુક્ષેત્ર સીટથી ચૂંટણી લડનારા કોંગ્રેસ ઉમેદવાર નવીન જિંદલ (એક અરબ 31 કરોડ), વિજયવાડાથી જીતેલા કોંગ્રેસના એલ. રાજગોપાલ (એક અરબ 22 કરોડ) અને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી ચૂંટણી લડનારા રાકાંપા ઉમેદવાર પાટિલ પદ્મસિંહા બાજીરાવ (એક અરબ પાંચ કરોડ) નું નામ શામેલ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|