|
| વડાપ્રધાન સોમવારે રાજીનામું આપશે |
| નવી દિલ્લી (ભાષા), શનિવાર, 16 મે 2009 ( 07:31 IST ) | |
વડાપ્રધાન મનમોહન સિંહ પરંપરાના અનુરૂપ લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ સોમવારે રાજીનામું આપી શકે છે. જો કે, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ નવી સરકારનું કામકાજ સંભાળવા સુધી તેમને કાર્યવાહક વડાપ્રધાન બની રહેવા માટે કહેશે.
વડાપ્રધાન કાર્યાલયના સુત્રોએ શુક્રવારે જણાવ્યું કે, વડાપ્રધાને સોમવારે સવારે દસ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે જેમાં મંત્રી પરિષદનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપવાનો એકલ એજન્ડા હશે. એ દિવસે તે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને સંભવત: પોતાનું રાજીનામું તેમને સોંપી દેશે.
આ સામાન્ય પરંપરા છે કે, ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ વર્તમાન સરકાર રાજીનામું આપે છે ભલે જ સરકારમાં રહે. જોડાણને બીજી વખત કેમ બહુમત ન મળી જાય. એ દિવસે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરવામાં આવવાની આશા છે. જેમાં તે પોતાની સરકારના છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિઓ ગણાવશે અને નવી સરકારના ઉદેશ્યોને સુચિબદ્ધ કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|