|
| અમરનાથ યાત્રાને લઈને વિરોધના સુર |
| શ્રીનગર (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 15:31 IST ) | |
આ વર્ષે અમરનાથ યાત્રાની જાહેરાત થવાના બીજા જ દિવસથી વિરોધના સુર સંભળાવા લાગ્યા છે.
જ્મ્મુ-કાશ્મીરના અલગતાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન અલી શાહ ગિલાએ યાત્રાના લાંબાગાળા સામે આંગળી ચિંધતા જણાવ્યું હતું કે, તેનાથી ઘાટીના પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. તેથી યાત્રાની અવધિ ઓછી કરવી જોઇએ.
ગિલાનીએ જણાવ્યું હતું કે પહેલા અમરનાથ યાત્રા બે દિવસની યોજાતી હતી. પછી તેને વધારે સપ્તાહ સુધી કરાઇ હતી અને ત્યાર બાદ યાત્રા એક માસ સુધી લંબાવાઇ હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી યાત્રા બે માસ સુધી ચાલે છે. જેથી ઘાટીમાં પર્યાવરણને નુકસાન પહોંચે છે અને ગંદકી ફેલાઇ છે.
તેમણે ઉમેર્યું હતું કે તે યાત્રામાં ભાગ લેનારા તમામ શ્રધ્ધાળુઓનું સ્વાગત કરે છે, પરંતુ સરકારે યાત્રાની અવધિ બાબતે વિચારવું જોઇએ.
નોંધનીય છે કે આ પહેલા બુધવારે અમરનાથ યાત્રાની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ આ વર્ષે યાત્રા 7 જૂનથી 5 ઓગસ્ટ સુધી ચાલશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|