|
| કૂતરાના ગળે અચ્યુતાનંદન ! | | - જનકસિંહ ઝાલા |
| 3 ડિસેમ્બર 2008 ( 17:59 IST ) |
|
''અરે ભાઈ આ તે કેવો કૂતરો ? જેના ગળામાં મુખ્યમંત્રીનો ફોટો છે..કેરળના મુખ્યમંત્રી અચ્યુતાનંદન સ્વયં આ તસ્વીરમાં બિરાજમાન છે..પરંતુ આ કૂતરાને સાંકળો વડે ખેંચીને લોકો કેમ ફેરવી રહ્યાં છે ? કદાચ આ દુનિયાનો પહેલો કૂતરો હશે જેના ગળામાં કોઈ મુખ્યમંત્રીની તસ્વીર લગાડવામાં આવી છે. આમા આપણે કૂતરાના નસીબ કહીએ કે, પછી શહીદની મજાક ઉડાવનારા કેરળના મુખ્યમંત્રીના બદનસીબ...''
મિત્રો મને તો આ કૂતરાની દયા આવે છે. અચ્યુતાનંદનના કારણે આ કૂતરાને ઘણા અત્યાચાર સહન કરવા પડ્યાં છે. કેરળના મુખ્યમંત્રી એ પોતાની એક ટિપ્પણીમાં કૂતરા શબ્દનો શું ઉલ્લેખ કરી લીધો કે, આ કૂતરા ભાઈને ના છુટકે એ જ મુખ્યમંત્રીનો ફોટો ગળામા ટાંગીને શહેરના વિવિધ માર્ગો પર ફરવું પડ્યું.
કેરળના મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદને તાજેતરમાં મુંબઈ આતંકી હુમલામાં શહીદ મેજર સંદીપ ઉન્નીકષ્ણનના પરિવાર વિષે અશોભનીય નિવેદન આપ્યું. જો તમે એ ટિપ્પણીને ભૂલી ગયાં હોય તો ફરી એક વાર યાદ અપાવવા ઈચ્છીશ. પુત્રની શહીદી પર થઈ રહેલા રાજકારણ પર રોષે ભરાયેલા સ્વ. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના પિતાએ જ્યારે મુખ્યમંત્રી અચ્યુતાનંદનને ઘરની બહારનો રસ્તો દેખાડી દીધો ત્યારે અચ્યુતાનંદને શહીદના પરિવાર પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરતા જણાવ્યું કે, ' જો સંદીપ સેનાનો શહીદ મેજર ન હોત તો તેમના ઘરે કોઈ કુત્તરો પણ ગયો ન હોત. '
આ ટિપ્પણીથી શહીદના પરિવારને તો દુ:ખ પહોંચ્યું જ પરંતુ સાથોસાથ સમગ્ર દેશવાસીઓને પણ આ વાત યોગ્ય ન લાગી અને લોકોનો રોષ ચારે તરફ ફેલાઈ ગયો. લોકોએ મુખ્યમંત્રીને પોતાના અશોભનીય નિવેદન બદલ માફી માગવા માટે પણ કહ્યું. પરંતુ આ શરમ વિહોણા નેતાને પોતાની ટિપ્પણી પર જરા પણ અફસોસ ન થયો. તેણે શહીદના એ પિતાને એક માનસિક રોગી ગણાવ્યાં જે એક સમયે ઈસરોના અધિકારી રહી ચૂક્યાં છે.
કેરલ વિધાનસભાના શૂન્યકાળ દરમિયાન પણ આ મામલો ઉઠ્યો પરંતુ વિધાનસભા અધ્યક્ષ રાધાકૃષ્ણને તેને ટાળતા જણાવ્યું કે, મુંખ્યમંત્રી સદનમાં નથી અત: આ મામલો ન ઉપાડી શકાય. તિરુવનંતપુરમના દરેક માર્ગ પર ભાજપ અને કોંગ્રેસના યુવા કાર્યકરોએ મુખ્યમંત્રીની ટિપ્પણીને લઈને વિરોધ વ્યક્ત કર્યો. ભાજપે કંઈક અલગ રીતે જ વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રીએ પોતાની ટિપ્પણીમાં કૂતરાનો ઉલ્લેખ કર્યો હતો તેને લક્ષમાં લઈને કાર્યકર્તાઓ એક કુતરાના ગળે મુખ્યમંત્રીનો ફોટો બાંધીને શહેરના માર્ગોમાં સરઘસ કાઢ્યું.
રાજદ અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે તો માકપા પોલિત બ્યુરો સમક્ષ અચ્યુતાનંદનને પદ પરથી હટાવાની માગણી કરી નાખી. ભાજપના નેતા રવિશંકર પ્રસાદ અને સ્વયં કોંગ્રેસના નેતા શકીલ અહમદે પણ શહીદના પરિવાર વિષે મુખ્યમંત્રીની આ પ્રકારની ટિપ્પણી પર ખેદ વ્યક્ત કર્યો. માકપા મહાસચિવ પ્રકાશ કરાતે પણ જણાવ્યું કે, મુખ્યમંત્રીને આ પ્રકારની ટિપ્પણી કરવાની જરૂરિયાત ન હતી. જો કે, સીપીએમ મહાસચિવ એ બી વર્ધન અચ્યુતાનંદનનો સાથ આપતા મીડિયા સમક્ષ નજરે ચડ્યાં.
મિત્રો ! દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે એવા સમયે કેટલાક નેતાઓ અશોભનીય ટિપ્પણીઓ કરીને ખુદ પોતાની છબીને જનતા સમક્ષ ખરાબ કરી રહ્યાં છે. મુંબઈ હુમલા બાદ કેટલાક નેતા ટિપ્પણી કરવાથી કતરાઈ રહ્યાં છે તો કેટલાક નેતા પોતાનું મોઢુ પહોળું કરીને કઈને કઈ બકવા લાગ્યાં છે.
જો કે, મુખ્યમંત્રી અચ્યુતાનંદનની આ ખેદજનક ટિપ્પણીથી ભાજપને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવી દ્રારા કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણી ('લિપસ્ટિક-પાવડર લગાડીને અને હાથમાં મીણબતી લઈને માર્ગો પર રાજનેતાઓને ગાળો આપવી ઠીક નથી') ના બચાવમાં નવો મુદ્દો મળી ગયો છે.
મુખ્યમંત્રીએ તો ટિપ્પણી કરીને માત્ર હવામાં એક તીર ફેંક્યું હતું પરંતુ હવે આ તીર તેમના માટે જ ભારે પડી ગયું છે ત્યારે જ તો તેમના ફોટાને હવે કૂતરાના ગળે ટાંગી દેવામાં આવ્યો છે.
કહેવામાં આવે છે કે, 'શહીદોની સમાધીએ દર વર્ષે મેળો લાગે છે પરંતુ આ નેતાઓએ તો શહીદોની સમાધી પર જ રાજકારણ શરૂ કરી દીધું છે. આનાથી વિશેષ હું શું કહી શકું ?
( આપનું આ વિષે શું માનવું છે.. મને આપની પ્રતિક્રિયા અવશ્ય મોકલો.. પ્રતિક્રિયા મોકલવાનું સરનામું : janak.zala@webdunia.net )
નોંધ : કૃપયા કરીને પ્રતિક્રિયા જેમ બને તેમ ઓછા શબ્દોમાં મોકલશો. ----------------------- laserray05 brown
જનકભાઇ, એક આખે ઉડીને વળગે તેવી વાતની નોંધ કરી ? આપણા દેશના માનનિય ક્રિકેટરોનું જ્યારે સ્થળાંતર કરવામાં આવે ત્યારે માત્ર ફસ્ટક્લાસ વાતાનુકુલિન વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવે છે. મુંબઈમાં જ્યારે આપણા બહાદુર સૈનિકો માટે ખટારા જેવી ખોખડધજ બસ આપવામાં આવી. પુરસ્કારની બાબતમાં પણ આવો જ ભેદભાવ પ્રવર્તે છે.
20-20 કપ જિત્યા બાદ જે તે રાજ્ય સરકારોથી ક્રિકેટર માટે ઈનામની લ્હાણી કરી અને આપણા જવાનો જે શહિદ થયા તે માટે ? આવુ તો ભાઈ ભારતમાં જ શક્ય છે. જયહિન્દ
------------- Hiren Patel ae to bhai j jena karm manas na potana vichar ek divas to potana ghar sudhi poche j che ane jo saru vichare to saru j thai pa6i to kevu vicharavu e potana future nu depend kare che
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|