|
| આતંકવાદીઓને જવાબ આપીશું : સોનિયા |
| જમ્મૂ (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008 ( 16:57 IST ) | |
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે દૃઢ શબ્દોમાં જણાવ્યું કે, ભારત આતંકવાદથી આગળ ક્યારેય પણ નમશે નહીં પરતું તેનો જડબાતોડ જવાબ આપીશું.
તેણે ભારતના પડોશીઓને ચેતવ્યાં કે, મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કરવાના દેશના પ્રયત્નોને તેની કમજોરી ન સમજવામાં આવે.
સોનિયા આ શહેરના શ્રીગર મુજફ્ફરાબાદ માર્ગ પર એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહી હતી. તેણે કહ્યું અમે આતંકવાદીઓને આગળ નહીં ઝુકીએ. અમે તેને જડબાતોડ જવાબ આપીશું.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેશે પોતાના પડોશીઓ સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો માટે કેટલાયે પગલા ઉપાડ્યાં છે. તેમણે કહ્યું અમે અમારા પડોશીઓ તરફ મિત્રતાનો હાથ વધારી રહ્યાં છીએ પરંતુ અમારી નબળાઈ ન સમજવામાં આવી જોઈએ.
સોનિયાએ જણાવ્યું કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો અને અમે તેનાથી મુકાબલો કરીશું. તેણે કહ્યું કે, માનવતા અને માનવ મૂલ્યો વિરુદ્ધ જે લોકો છે તેની સાથે કોઈ સમજૂતિ નહીં કરાય.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|