યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
કાશ્મીરની પ્રથમ ટ્રેનને જનતાએ આવકારી
શ્રીનગર, સોમવાર, 13 ઑક્ટોબર 2008   ( 13:04 IST )
ધરતી પર સ્વર્ગ સમાન કાશ્મીરનાં ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેનની શરૂઆત થઈ છે. જેને સ્થાનિક જનતાએ ખુબ સારો પ્રતિભાવ આપ્યો છે. પ્રથમ દિવસે ટ્રેન જે આઠ સ્ટેશન પરથી પસાર થવાની હતી. તે વિસ્તારમાં લોકોનાં ટોળેટોળાં ટ્રેનને જોવા ઉમટી પડ્યાં હતાં.

ખીણમાં પ્રથમવાર આવેલ ટ્રેનને જોવા માટે બડગામ જિલ્લાનાં રાજવંશેર અને અનંતનાગ જિલ્લા વચ્ચે લગભગ બધા સ્ટેશનો પર સવારથી જ લોકો ભેગા થઈ ગયા હતાં. શ્રીનગર રેલ્વે સ્ટેશનનાં અધિકારીનાં જણાવ્યા મુજબ બધાં જ આઠ કોચ પ્રથમ દિવસ પેસેન્જરોથી ભરેલાં હતાં. મોટાભાગનાં યાત્રીઓએ અનંતનાગ સુધીની ટિકીટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે શનિવારે વડાપ્રધાન મનમોહનસિંહે ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શત્રુધ્ને અમિતાભનાં જલ્દી ઠીક થવા માટે કામના કરી
જમીન ન આપવી તે દુર્ભાગ્યપૂર્ણ-લાલુ
બજરંગ દળની તુલના સિમી સાથે ન થાય-તોગડીયા
બજરંગ દળ પર પ્રતિબંધ ટુંક સમય માટે
અમિતાભની તબીયતમાં સુધારો
બચ્ચનને જલ્દીથી રજા અપાશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...