|
| નાણાવટી રીપોર્ટનાં મુદ્દે મોદી કોંગ્રેસ પર વરસ્યાં |
| નવી દિલ્હી, 12 ઑક્ટોબર 2008 ( 10:32 IST ) | |
ગુજરાતનાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર અલગ અલગ ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જે નાણાવતી તપાસ પંચે શીખ તોફાનો અંગેનો રીપોર્ટ તૈયાર કર્યો છે. તે કોંગ્રેસને મંજૂર છે. પણ ગોધરા કાંડનાં રીપોર્ટને તેને આપત્તિ છે.
નાણાવટી કમીશન દ્વારા ક્લીન ચીટ અપાયા બાદ નરેન્દ્ર મોદી કોંગ્રેસ પરનો શાબ્દીક હુમલાઓ શરૂ કરી દીધા છે. સ્ટાર ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં મોદીએ જણાવ્યું હતું કે બેનર્જી કમીશનની નિમણુંક રાજકીય લાભ લેવા માટે કરવામાં આવી હતી. જેમાં રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવને બિહાર ચુંટણીમાં લાભ જોઈતો હોવાથી, તેમણે પોતાની મરજી મુજબનો રીપોર્ટ તૈયાર કરાવી દીધો હતો.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષમાં બેનર્જી કમીશને પોતાનો રીપોર્ટ તૈયાર કરી દીધો હતો. બેનર્જી કમીશનનાં ખર્ચ પર પણ મોદીએ આંગળી ચીંધી હતી. બેનર્જી કમીશને દોઢ વર્ષમાં જે ખર્ચે રીપોર્ટ તૈયાર કર્યો હતો, તેનાં કરતાં ખુબ ઓછા ખર્ચે નાણાવટી કમીશને 6 વર્ષ બાદ રીપોર્ટ તૈયાર કરી, તેનો પ્રથમ ભાગ સરકારને સોંપી દીધો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|