|
| સોફ્ટવેર એન્જિનિયર મેઘના મળી આવી |
| મુંબઈ, 11 ઑક્ટોબર 2008 ( 18:46 IST ) | |
ત્રણ મહિના પહેલાં મૃત ઘોષિત કરવામાં આવેલી 28 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર મેઘના સુબેદાર પૂણેથી મળી આવી છે.
રેલ્વે પોલીસનાં સહાયક પોલીસ કમિશ્નર બાપુ થોંબરે જણાવ્યું હતું કે મેઘનાએ શુક્રવારે પોતાનાં માતા પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તે પુણેમાં તેના એક સંબંધીનાં ઘરે છે.
થોંબરે જણાવ્યું હતું કે અમને મેઘના વિશે કોઈ સમાચાર નહતાં. તેણી ગત એપ્રિલ મહિનાથી ગાયબ થઈ ગઈ હતી. છેલ્લે મેઘના ગોવામાં એક એટીએમમાંથી પૈસા નીકાળવા આવી હોવાનાં સમાચાર મળ્યા હતાં.
જેનેસીસ સોફ્ટવેર કંપનીમાં કામ કરતી મેઘનાએ ગત 10 એપ્રિલે છત્તીસગઢથી ફોન કરીને જણાવ્યું હતું કે તે ગીતાજંલિ એક્સપ્રેસમાં પાછી આવે છે. પણ તે આવી ન હતી. તેથી તેના માતા પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે 25 જૂનનાં રોજ ગોવામાં મળેલા એક ક્ષત વિક્ષત મૃતદેહને તેના પિતાએ મેઘનાનો મૃતદેહ છે તેમ જાહેર કર્યું હતું. અને, તેની હત્યાનો કેસ દાખલ કર્યો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|